સિદ્ધપુર અને સરસ્વતી તાલુકાનાં 44 ગામોનાં તળાવો ભરવા રૂ. 100 કરોડની પાઇપલાઇન યોજનાનું ખાતમુહૂર્ત
પાટણ, 28 નવેમ્બર (હિ.સ.) : સિદ્ધપુર વિધાનસભા વિસ્તારમાં જળસંચય અને પાણીની સમસ્યાના ઉકેલ માટે અંદાજિત રૂ.100 કરોડના ખર્ચે 44 ગામોનાં તળાવો સુધી પાણી પહોંચાડવાના પાઇપલાઇન નેટવર્ક પ્રોજેક્ટનું ઉમરુ મુકામે હાઇવે રોડ ખાતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
સિદ્ધપુર અને સરસ્વતી તાલુકાનાં 44 ગામોનાં તળાવો ભરવા રૂ. 100 કરોડની પાઇપલાઇન યોજનાનું ખાતમુહૂર્ત


સિદ્ધપુર અને સરસ્વતી તાલુકાનાં 44 ગામોનાં તળાવો ભરવા રૂ. 100 કરોડની પાઇપલાઇન યોજનાનું ખાતમુહૂર્ત


સિદ્ધપુર અને સરસ્વતી તાલુકાનાં 44 ગામોનાં તળાવો ભરવા રૂ. 100 કરોડની પાઇપલાઇન યોજનાનું ખાતમુહૂર્ત


સિદ્ધપુર અને સરસ્વતી તાલુકાનાં 44 ગામોનાં તળાવો ભરવા રૂ. 100 કરોડની પાઇપલાઇન યોજનાનું ખાતમુહૂર્ત


સિદ્ધપુર અને સરસ્વતી તાલુકાનાં 44 ગામોનાં તળાવો ભરવા રૂ. 100 કરોડની પાઇપલાઇન યોજનાનું ખાતમુહૂર્ત


પાટણ, 28 નવેમ્બર (હિ.સ.) : સિદ્ધપુર વિધાનસભા વિસ્તારમાં જળસંચય અને પાણીની સમસ્યાના ઉકેલ માટે અંદાજિત રૂ.100 કરોડના ખર્ચે 44 ગામોનાં તળાવો સુધી પાણી પહોંચાડવાના પાઇપલાઇન નેટવર્ક પ્રોજેક્ટનું ઉમરુ મુકામે હાઇવે રોડ ખાતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સિદ્ધપુરના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો.

ગુજરાત સરકારના નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ તથા સીપુ યોજના વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી આ યોજનામાં ડીંડરોલ-મુક્તેશ્વર હયાત પાઇપલાઇનમાંથી ટેપિંગ કરીને સિદ્ધપુર અને સરસ્વતી તાલુકાનાં 44 ગામોનાં તળાવો ભરવામાં આવશે. આ પ્રોજેક્ટથી ગ્રામ્ય વિસ્તારોમાં જળસંચય અને પાણીના વ્યવસ્થાપનને મજબૂતી મળશે.

કાર્યક્રમમાં ઉત્તર ગુજરાતના મુખ્ય ઇજનેર ડી.પી. બારોટ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પૂર્વ પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર, સિદ્ધપુર તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઈ ચૌધરી, સિદ્ધપુર APMCના ચેરમેન વિષ્ણુભાઈ પટેલ, શંભુભાઈ દેસાઈ, વિક્રમસિંહ ઠાકોર સહિત રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, સિદ્ધપુર મતવિસ્તારમાં પાણીની સમસ્યાના ઉકેલ માટે અત્યાર સુધીમાં રૂ. 1,600થી 1,700 કરોડના વિવિધ પ્રોજેક્ટ હાથ ધરાયા છે. સિદ્ધપુર તાલુકાનાં 51 ગામોનાં 68 તળાવો ભરવાનો લક્ષ્યાંક છે, જ્યારે સરસ્વતી તાલુકાનાં 23 ગામોનાં તળાવો સુધી પાણી પહોંચાડવાની કામગીરી કરવામાં આવી છે. આગામી મે મહિના સુધી તળાવો અને પાઇપલાઇનની કામગીરી પૂર્ણ કરવાની ખાતરી પણ તેમણે આપી હતી. આ ઉપરાંત મોહિની નદીના પુનર્જીવન માટે રૂ. 100 કરોડ અને સરસ્વતી તાલુકાનાં 20 ગામો માટે રૂ. 200 કરોડની પાણી યોજનાની માહિતી આપી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સિદ્ધપુર મતવિસ્તારમાં 3 નવી GIDC મંજૂર કરવામાં આવી છે. ચારુપ અને પુનાસણમાં ઔદ્યોગિક વિકાસ દ્વારા 25 હજારથી વધુ લોકોને રોજગારી આપવાનો લક્ષ્યાંક છે. સિદ્ધપુરમાં રૂ. 20 કરોડના ખર્ચે અર્બન હાટનું નિર્માણ તેમજ માતૃગયા યાત્રાધામના વિકાસ માટે રૂ. 33 કરોડથી વધુની ફાળવણી સહિત વિવિધ વિકાસકાર્યો હાથ ધરવામાં આવ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande