નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કવાંટની મોટી ચીખલી પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓ સાથે ભોજન ગ્રહણ કર્યું
વિદ્યાર્થીઓ પાસેથી ભોજનની ગુણવત્તા અને વાલીઓ પાસેથી શૈક્ષણિક કાર્યનો ફિડબેક લીધો છોટાઉદેપુર , 28 નવેમ્બર (હિ.સ.) : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કવાંટની મોટી ચીખલી પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓ સાથે ભાવપૂર્વક ભોજન ગ્રહણ કર્યું હતું. હર્ષ સંઘવીએ
ડેપ્યુટી સીએમ નું વિદ્યાર્થીઓ સાથે ભોજન


ડેપ્યુટી સીએમ નું વિદ્યાર્થીઓ સાથે ભોજન


ડેપ્યુટી સીએમ નું વિદ્યાર્થીઓ સાથે ભોજન


ડેપ્યુટી સીએમ નું વિદ્યાર્થીઓ સાથે ભોજન


ડેપ્યુટી સીએમ નું વિદ્યાર્થીઓ સાથે ભોજન


- વિદ્યાર્થીઓ પાસેથી ભોજનની ગુણવત્તા અને વાલીઓ પાસેથી શૈક્ષણિક કાર્યનો ફિડબેક લીધો

છોટાઉદેપુર , 28 નવેમ્બર (હિ.સ.) : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કવાંટની મોટી ચીખલી પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓ સાથે ભાવપૂર્વક ભોજન ગ્રહણ કર્યું હતું. હર્ષ સંઘવીએ શાળામાં અપાતા નિયત મેનૂ મુજબ પુલાવ, ઢેબરા, શાક અને સલાડનું ભોજન લીધું હતું. આ સાથે તેમણે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરીને ભોજનની વ્યવસ્થા અને ગુણવત્તા વિશે જાણકારી પણ મેળવી હતી.

આ તકે મોટી ચીખલીના સરપંચ પાર્વતીબેન ભગવાનભાઈ રાઠવા પણ ભોજનમાં જોડાયા હતા. સૌએ શાળાની ભોજન પ્રાર્થના ગાઈને ભોજનની શરૂઆત કરી હતી અને આ રીતે શાળાની પરંપરાગત પરિપાટીનું પણ પાલન કર્યું હતું. આ તકે નાયબ મુખ્યમંત્રીએ અહીં ઉપસ્થિત ગ્રામજનો અને વાલીઓ પાસેથી શાળાની શૈક્ષણિક કામગીરી અંગે ફિડબેક પણ લીધો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande