પોરબંદર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મોઢવાડા ખાતે લીરબાઈ માઁ મહેર સમાજના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરાયું
પોરબંદર, 28 નવેમ્બર (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અને પોરબંદરના સાંસદ તેમજ કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવીયા તથા વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા ઉપરાંત સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં પોરબંદરના મોઢવાડા ગામે નવનિર્મિત લીરબાઈ મા
મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના હસ્તે મોઢવાડા ખાતે  લીરબાઈ માઁ મહેર સમાજના  નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરાયું.


મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના હસ્તે મોઢવાડા ખાતે  લીરબાઈ માઁ મહેર સમાજના  નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરાયું.


મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના હસ્તે મોઢવાડા ખાતે  લીરબાઈ માઁ મહેર સમાજના  નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરાયું.


મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના હસ્તે મોઢવાડા ખાતે  લીરબાઈ માઁ મહેર સમાજના  નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરાયું.


મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના હસ્તે મોઢવાડા ખાતે  લીરબાઈ માઁ મહેર સમાજના  નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરાયું.


મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના હસ્તે મોઢવાડા ખાતે  લીરબાઈ માઁ મહેર સમાજના  નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરાયું.


મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના હસ્તે મોઢવાડા ખાતે  લીરબાઈ માઁ મહેર સમાજના  નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરાયું.


મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના હસ્તે મોઢવાડા ખાતે  લીરબાઈ માઁ મહેર સમાજના  નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરાયું.


મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના હસ્તે મોઢવાડા ખાતે  લીરબાઈ માઁ મહેર સમાજના  નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરાયું.


Books to MPSC and UPSC


પોરબંદર, 28 નવેમ્બર (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અને પોરબંદરના સાંસદ તેમજ કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવીયા તથા વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા ઉપરાંત સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં પોરબંદરના મોઢવાડા ગામે નવનિર્મિત લીરબાઈ માં મહેર સમાજ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

પોરબંદર જિલ્લાના મોઢવાડા ગામ ખાતે આઈ લિરબાઈ માઁ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ તથા સમસ્ત મોઢવાડા ગામના સંયુક્ત ઉપક્રમે આશરે રૂ.7.5 કરોડના ખર્ચે નિર્મિત આઈ લિરબાઈ માઁ મહેર સમાજ ભવનનો લોકાર્પણ સમારોહ મોટી સંખ્યામાં સમાજના ભાઈ બહેનોની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવનિર્મિત સમાજ ભવનનું લોકાર્પણ કરી સમાજના લોકોને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે આ ભવન સમાજની સામૂહિક, સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ માટે ઉપયોગી બનશે.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ ઉપસ્થિત સૌને વિક્રમ સંવત 2083 ના નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે સમગ્ર સમાજ એકસાથે સંકલ્પબદ્ધ થઈને કાર્ય કરે છે ત્યારે તેની શક્તિ અને પરિણામ અનેકગણાં વધી જાય છે.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ના મંત્રને સાકાર કરતું આ ભવન સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ છે.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, પોરબંદર અને દ્વારકા જિલ્લાની સરહદે આવેલા મોઢવાડા જેવા ગામમાં શહેરોને ટક્કર મારે તેવી આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. આ ભવન માત્ર મહેર સમાજ પૂરતું સીમિત ન રહેતાં ગામના તમામ સમાજના લોકોને વિવિધ સામાજિક અને સામૂહિક પ્રસંગો માટે ઉપયોગી બને તેવા હેતુથી નિર્માણ પામ્યું છે. ભવનના નિર્માણમાં ગામની દીકરીઓથી લઈને યુનાઇટેડ કિંગડમ (યુકે) સહિત દેશ-વિદેશમાં વસતા દાતાઓએ આપેલા યોગદાન અને વતનપ્રેમને તેમણે બિરદાવ્યો હતો.

મહેર સમાજના શૌર્યપૂર્ણ ઇતિહાસને યાદ કરતાં મુખ્યમંત્રીએ વર્ષ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં માત્ર 21 વર્ષની વયે માતૃભૂમિની રક્ષા કાજે વીરગતિ પામેલા વીર યોદ્ધા નાગાજણ સિસોદિયાને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. સાથે જ તેમણે મહેર સમાજની મહેનત, સાહસ અને વિશ્વવિખ્યાત મણિયારા રાસની સમૃદ્ધ સંસ્કૃતિની પ્રશંસા કરી હતી.

આધુનિક વિકાસની સાથે પર્યાવરણ સંરક્ષણના મહત્ત્વ પર ભાર મૂકતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સમાજ ભવનમાં 80 કિલોવોટની સોલાર સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે. ઉપરાંત ‘કેચ ધ રેઈન’ અભિયાન અંતર્ગત વરસાદી પાણીના સંગ્રહ માટે વિશાળ ભૂગર્ભ ટાંકીની વ્યવસ્થા કરવામાં આવી છે. ‘ફિટ ઇન્ડિયા’ના સંકલ્પને આગળ વધારતાં ગામના યુવાનો માટે બોક્સ ક્રિકેટ, ક્રિકેટ, વોલીબોલ, બાસ્કેટબોલ તેમજ ઇન્ડોર ગેમ્સ જેવી રમતગમતની સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે. આ પ્રસંગે તેમણે સૌરાષ્ટ્ર રણજી ટીમના પૂર્વ કેપ્ટન સ્વ. રામ આડેદરાના યોગદાનને પણ યાદ કર્યું હતું.

પોરબંદર જિલ્લાના વિકાસની સંભાવનાઓ અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, મોઢવાડા ગામમાં એમપી-એમએલએ ગ્રાન્ટ હેઠળ સીસી રોડ અને પેવર બ્લોક સહિતનાં માળખાકીય વિકાસનાં કામો હાથ ધરવામાં આવ્યાં છે. પોરબંદરના કુછડી ખાતે ગ્રીનફિલ્ડ શિપ બિલ્ડિંગ ક્લસ્ટરનું કામ પ્રગતિમાં છે, જ્યારે મોચા ગામે મરીન બાયોટેકનોલોજી રિસર્ચ એન્ડ ઇનોવેશન કોરિડોર વિકસાવવાની પહેલ કરવામાં આવી છે. દરિયાઈ વેપાર, મત્સ્ય ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ અને પ્રવાસન ક્ષેત્રે પોરબંદર જિલ્લામાં વિકાસની વિશાળ સંભાવનાઓ રહેલી છે. વડાપ્રધાનની ‘સપ્તધારા’ની પ્રેરણાથી ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત 2047’ના સંકલ્પને સાકાર કરવા સૌએ સહિયારા પ્રયાસો કરવા તેમણે આહવાન કર્યું હતું.

કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ સમાજ ભવનના નિર્માણમાં યોગદાન આપનાર તમામ દાતાઓને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, સમાજવાડી એ સમાજની વ્યવસ્થાનું કેન્દ્ર અને સંસ્કૃતિનું પ્રતીક છે. આ ભવનની સુવિધાનો લાભ માત્ર એક સમાજને નહીં, પરંતુ મોઢવાડા ગામના તમામ સમાજોને મળશે.

તેમણે સંતો દ્વારા સમાજને એકતા, જાગૃતિ અને સદાચારનો માર્ગ બતાવવામાં આપેલા યોગદાનને યાદ કરીને સમાજને વ્યસનમુક્તિનો સંકલ્પ લેવા અપીલ કરી હતી. દારૂ અને તમાકુ જેવા વ્યસનો યુવાનોના જીવન અને પરિવારને બરબાદ કરે છે તેમ જણાવી સમાજવાડીમાં યોજાતા દરેક સામાજિક, ધાર્મિક અને લગ્નપ્રસંગો વ્યસનમુક્તિના સંદેશ સાથે પૂર્ણ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આવા પ્રયાસોથી સમગ્ર જિલ્લા અને રાજ્યને પ્રેરણા મળશે તેમ તેમણે ઉમેર્યું હતું.

કેન્દ્રીય મંત્રીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતની થઈ રહેલી પ્રગતિની સરાહના કરી હતી તેમજ વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાની જનસેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાને બિરદાવી કાર્યક્રમના આયોજન બદલ સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.

વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, વડીલોના સંઘર્ષ અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનાં પરિણામે આજે ગામની નવી પેઢી વિવિધ ક્ષેત્રોમાં આગળ વધી રહી છે. ગામની બે દીકરીઓની અંડર-19 રણજી ટ્રોફીમાં પસંદગીનો ઉલ્લેખ કરતાં તેમણે યુવાનોને યોગ્ય તક અને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત 2047’ના સંકલ્પને સાકાર કરવા વિકસિત ગુજરાત, વિકસિત પોરબંદર અને વિકસિત મોઢવાડાના નિર્માણ માટે સૌના સહિયારા પ્રયાસો જરૂરી છે. નવી પેઢીને શિક્ષણ, રમતગમત અને આધુનિક ટેક્નોલોજી ક્ષેત્રે આગળ વધારવા તેમજ યુવાનોને વ્યસનોથી દૂર રાખવા તેમણે અનુરોધ કર્યો હતો.

તેમણે સૌને વ્યસન છોડી કલમ, જ્ઞાન અને આધુનિક વિજ્ઞાનના માધ્યમથી દેશના વિકાસમાં યોગદાન આપવા આહવાન કર્યું હતું. આપણા વડીલો એ સિંધેલા સંસ્કારના માર્ગે સામાજિક સમરસતા સાથે સૌનું કલ્યાણ થાય તે દિશામાં આગળ વધી વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પમાં ભાગીદાર બનવાનું છે તેમ પણ કહ્યું હતું.

નવનિર્મિત સમાજ ભવનમાં આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હોવાનું જણાવી તેમણે આ ભવન સ્વચ્છ રહે અને સર્વે સમાજ માટે ખુલ્લું રહે તેવો આશય વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રી પાસે જ્યારે પણ વિકાસના કામો માટે જઈએ છીએ ત્યારે તેઓએ ઉદારતાથી ફંડ ફાળવ્યું છે તે અંગે હર્ષ વ્યક્ત કરી મંત્રીએ મુખ્યમંત્રી દ્વારા પોરબંદર વિસ્તારનાં અંદાજે રૂ. 300 કરોડનાં વિકાસકાર્યોને મંજૂરી આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખીરિયાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા વિકાસકાર્યો અને ઊભી કરવામાં આવેલી સુવિધાઓના પરિણામે પોરબંદર વિસ્તારનો આર્થિક અને શૈક્ષણિક વિકાસ થયો છે. આજે પોરબંદરમાં ગામેગામ સમાજ ભવનોનું નિર્માણ થયું છે અને યુવાનોને રમતગમત સહિતની વિવિધ પ્રવૃત્તિઓ માટે જરૂરી સુવિધાઓ મળી રહી છે. તેમણે સમાજ ભવનના નિર્માણમાં સહયોગ આપનાર દાતાઓ અને કાર્યકરોને અભિનંદન પાઠવ્યાં હતાં તેમજ વિદેશમાં વસતા વતનપ્રેમીઓના યોગદાનને બિરદાવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમનું મુખ્ય સંકલન કરનાર અને અગ્રણી રામદેભાઈ મોઢવાડિયાએ સ્વાગત પ્રવચન આપતાં કાર્યક્રમની રૂપરેખા અને તેના મહત્ત્વ અંગે માહિતી આપી હતી. સાથે જ સમાજના વિકાસકાર્યોમાં નિસ્વાર્થ ભાવે યોગદાન આપનાર તમામ દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

વન મંત્રી અર્જુન મોઢવાડિયા અને રામદેવ મોઢવાડિયાએ તેમજ ટ્રસ્ટી મંડળ અને સમાજના અગ્રણીઓએ મુખ્યમંત્રી , કેન્દ્રીય મંત્રી ધારાસભ્ય અને ઉપસ્થિત સંતો મહંતો અને મહેમાનોનું- મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું.

આ લોકાર્પણ સમારોહમાં સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન ઓડેદરા, પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદી, ધારાસભ્યઓ કાંધલભાઈ જાડેજા, પબુભા માણેક, મુળુભાઈ બેરા, દેવાભાઈ માલમ, ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ વિમલજી ઓડેદરા, કબરાઉ મોગલ ધામના મહંત પૂજ્ય મણિધર બાપુ, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ વિક્રાંત પાંડે, પૂર્વ સાંસદ રામભાઈ મોકરિયા અને ભરતભાઈ ઓડેદરા તેમજ જિલ્લા ભાજપ પ્રભારી વિમલભાઈ કગથરા, જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનભાઈ તિવારી, વાણોટ કાંતિભાઈ બાદરશાહી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ ઓડેદરા, મોઢવાડા ગામનાં સરપંચ દેવીબેન પાંડાવદરા, ઉદ્યોગપતિ કેતનભાઈ ગજ્જર, સુદામા ડેરીના ચેરમેન આકાશભાઈ રાજશાખા, પ્રતાપભાઈ કેશવાલા, મંડળીના પ્રમુખ વિજયભાઈ મોઢવાડિયા, લીરબાઈ માતાજી મંદિરના પ્રમુખ કેશુભાઈ મોઢવાડિયા,જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, મ્યુનિસિપલ કમિશનર ટી.સી. તીરથાણી સહિતના મહાનુભાવો, અધિકારીઓ, પદાધિકારીઓ, સમાજના આગેવાનો-દાતાઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande