પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન સફાઈ અભિયાન હાથ ધરાયું.
પોરબંદર, 08 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના સંકલ્પ સાથે સેનિટેશન શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેના ભાગરૂપે વોર્ડ નંબર ૬માં સુતારવાડા, બંગ
પોરબંદર  મહાનગરપાલિકા  દ્વારા  શહેરના  વિવિધ   વિસ્તારોમાં  સઘન  સફાઈ  અભિયાન  હાથ  ધરાયું.


પોરબંદર  મહાનગરપાલિકા  દ્વારા  શહેરના  વિવિધ   વિસ્તારોમાં  સઘન  સફાઈ  અભિયાન  હાથ  ધરાયું.


પોરબંદર, 08 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને

સુંદર બનાવવાના સંકલ્પ સાથે સેનિટેશન શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન

સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેના ભાગરૂપે વોર્ડ નંબર ૬માં સુતારવાડા, બંગડી બજાર અને લીમડા ચોક સહિતના

વિસ્તારોમાં સફાઈ અભિયાન યોજાયું હતું. આ કામગીરીમાં વોર્ડ નંબર ૬ના તમામ

કાઉન્સિલરો જોડાયા હતા. જ્યારે વોર્ડ નંબર 7માં શીતળા ચોકથી પાલાના ચોક સુધી સફાઈ

કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં વોર્ડ નંબર 7ના તમામ કાઉન્સિલરો સહભાગી બન્યા હતા. સેનિટેશન કમિટીના ચેરમેન

વનરાજભાઈ કેશવાલાની આગેવાની હેઠળ સેનિટેશન શાખાના અધિકારી જગદીશભાઈ ઢાંકી તથા

રૂહીબેન કોટીયા, ભાવિકાબેન

જુંગી, પ્રજ્ઞેશભાઈ

જુંગી, વિશાલભાઈ

મોતીવરસ, રેખાબેન

લુદરીયા, રશીદાબેન

જોખીયા, યોગેશકુમાર

બાબુલાલ પુનાણી અને અફઝલભાઈ અફીણી (પટેલ) સહિતના આગેવાનો અને કર્મચારીઓએ સફાઈ

કામગીરીમાં સહભાગી બની શહેરને સ્વચ્છ રાખવાનો સંદેશ આપ્યો હતો. મહાનગરપાલિકા

દ્વારા નાગરિકોને પણ પોતાના વિસ્તારની સ્વચ્છતા જાળવવામાં સહયોગ આપવા અપીલ કરવામાં

આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande