પોરબંદર : રાણાવાવ તાલુકાના રાણાબોરડી ગામના પૂર્વ સરપંચ સહિત બે સામે રૂ.26.16 લાખની ગેરરીતિનો ગુનો
પોરબંદર, 08 નવેમ્બર (હિ.સ.) : રાણાવાવ તાલુકાના રાણા બોરડી ગામમાં સરકારી સંરક્ષણ દિવાલનાં કામમાં ગેરરીતિ આચરવાના આક્ષેપસર પૂર્વ સરપંચ સહિત બે વ્યક્તિ સામે ગુનો નોંધાયો છે. આ મામલે રાણાવાવ તાલુકા પંચાયતના ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી કરશનભાઈ વિસાભાઈ
પોરબંદર : રાણાવાવ તાલુકાના રાણાબોરડી ગામના પૂર્વ સરપંચ સહિત બે સામે રૂ.26.16 લાખની ગેરરીતિનો ગુનો


પોરબંદર, 08 નવેમ્બર (હિ.સ.) : રાણાવાવ તાલુકાના રાણા બોરડી ગામમાં સરકારી સંરક્ષણ દિવાલનાં કામમાં ગેરરીતિ આચરવાના આક્ષેપસર પૂર્વ સરપંચ સહિત બે વ્યક્તિ સામે ગુનો નોંધાયો છે. આ મામલે રાણાવાવ તાલુકા પંચાયતના ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી કરશનભાઈ વિસાભાઈ ઓડેદેરાએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં ગામના પૂર્વ સરપંચ સાંગાભાઈ જીવાભાઈ મોરી અને લક્ષ્મીબેન સાંગાભાઈ મોરીને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યાં છે.ફરિયાદની વિગતો મુજબ, વર્ષ 2014-15 દરમિયાન કુલ

428.45 મીટરની

સંરક્ષણ દિવાલનાં રૂ.26,16,351નાં કામો મંજૂર કરવામાં આવ્યાં હતાં. આ કામના એસ્ટિમેટ સાથે જોડાયેલા સાઇટ પ્લાનના રફ સ્કેચમાં દિવાલની શરૂઆતનો પોઇન્ટ રેલવેના ગળનાળા પાસે નક્કી કરવામાં આવ્યો હતો. ત્યારબાદનાં તમામ મંજૂર કામો પણ પ્રથમ કામને સંલગ્ન રીતે કરવાનાં હતાં.જોકે, આરોપીઓએ મંજૂર સ્થળ અને દિશાથી વિપરીત પોતાના ખેતરના રક્ષણ માટે ખેતરની ફરતે વોકળાના કાંઠે દિવાલ બનાવી દીધી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.બંનેએ એકબીજાની મદદગારીથી જાહેર સેવક તરીકેના સમયગાળા દરમિયાન સરકાર સાથે વિશ્વાસઘાત કરી સરકારી કામમાં ગેરરીતિ આચરી અંગત લાભ મેળવ્યો હોવાનો આક્ષેપ છે. આ મામલે ફરિયાદના આધારે બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande