
જુનાગઢ 8 નવેમ્બર (હિ.સ.) : જુનાગઢ જીલ્લાના વિસાવદર તાજેતરમાં લાયન્સ કલબ વિસાવદર દ્વારા દિપોત્સવી પર્વની ઉજવણી અંતર્ગત વિસાવદર મધ્યમાં આવેલ અતિ પૌરાણિક કાશીવિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે રંગોલી કોમ્પિટિશન પ્રોજેક્ટ ચેરપર્સન પ્રેસિડેન્ટ લાયન રમણીકભાઈ ગોહેલ તેમજ સેક્રેટરી લાયન ભાવેશભાઈ પદમાણી ના માર્ગદર્શન હેઠળ બે વિભાગમાં ભવ્યાતિભવ્ય રીતે સંપન્ન થયેલ સહભાગી થયેલ તમામ સ્પર્ધકોએ પોતપોતાનાંમા રહેલ કલા શકિત ને શ્રેષ્ઠતમ ઉજાગર કરવાનો સુંદર પ્રયત્ન કરી દિપોત્સવી પર્વની ઉજવણીમાં સહભાગી બનેલ બંન્ને સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય તેમજ તૃતિય સ્થાન પ્રાપ્ત કરનાર ને રોકડ પુરસ્કાર તેમજ લાયન્સ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ બંન્ને સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ગૌસ્વામી પરિવારના જ્યોત્સનાબેન, જલ્પાબેન તેમજ પ્રતિક્ષાબેન એ પોતાની બહુમુલ્ય સેવાઓ આપેલ સ્પર્ધામાં ઉપસ્થિત સૌને જગ્યાનાં મહંત પૂજય હિરાપુરી બાપુ તેમજ લાયન્સ કલબ વિસાવદર દ્વારા દિપાવલી તેમજ નૂતન વર્ષ ની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ