


પોરબંદર , 08 નવેમ્બર (હિ.સ.) : દિવાળીના પાવન પર્વને આવકારવા પોરબંદર શહેર રંગબેરંગી રોશનીથી ઝળહળી ઊઠ્યું છે.શહેરના મુખ્ય માર્ગો, બજારો, મકાનો, હોટલો અને રેસ્ટોરન્ટ્સને આકર્ષક
લાઈટોથી શણગારવામાં આવ્યાં છે. જેના કારણે સમગ્ર શહેરમાં દિવાળીના તહેવારની અનોખી રોનક જોવા મળી રહી છે.પોરબંદરના હારમોની ફુવારા નજીકથી લઈને સુદામા ચોક, મુખ્ય બજાર અને કમલાબાગ સહિતના વિસ્તારોમાં આવેલી દુકાનો અને મકાનોને રંગબેરંગી લાઈટોથી સજાવવામાં આવ્યાં છે. હોટલો અને રેસ્ટોરન્ટ્સ દ્વારા પણ બહારના ભાગે આકર્ષક લાઈટિંગ કરવામાં આવ્યું છે.ખાસ કરીને રાત્રિના સમયે શહેરના મુખ્યમાર્ગો પરથી પસાર થતા લોકોનું ધ્યાન આસુંદર સજાવટ તરફ આકર્ષાઈ રહ્યું છે.લાઈટોના ઝગમગાટથી શહેરનો નજારો વધુ આકર્ષક બની રહ્યો છે.આમ, દિવાળીના તહેવાર નિમિત્તે પોરબંદર શહેરને જાણેનવી નવેલી દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું હોય તેવો માહોલ સર્જાયો છે અને રોશનીના આ ઝગમગાટથી તહેવારના ઉત્સાહમાં વધારો થયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya