

પોરબંદર, 08 નવેમ્બર (હિ.સ.) : સાયબર ગુનાઓનો ભોગ બનેલા નાગરિકોને તેમની મહેનતની કમાણી પરત અપાવવા પોરબંદર
પોલીસ દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી
રહી છે. જુનાગઢ રેન્જના નાયબ પોલીસ
મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોરબંદર
પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન
હેઠળ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા
‘તેરા તુજકોઅર્પણ’ કાર્યક્રમ અંતર્ગત વધુ 13 અરજદારોને રૂ. 18,33,115ની રકમ પરત અપાવવામાં આવી છે.ઓનલાઈન બુકિંગ, ફેક આઈડી, ઈન્વેસ્ટમેન્ટફ્રોડ, ડિજિટલ અરેસ્ટ, ક્રેડિટ-ડેબિટ
કાર્ડ અને ગિફ્ટફ્રોડ સહિતની વિવિધ સાયબર છેતરપિંડીના
ભોગ બનેલા અરજદારોની ફરિયાદોના આધારે
પોલીસે તપાસ હાથ ધરી હતી.સાયબર ક્રાઈમ પોલીસની ટીમે વિશેષ
પ્રયાસો કરીને આરોપીઓના બેંક ખાતાઓની ઓળખ કરી બેંકો સાથે સંકલન દ્વારા કોર્ટની જરૂરી
પ્રક્રિયા પૂર્ણ કરી નાણાં પરત અપાવ્યા હતા.વર્ષ 2026 દરમિયાન અત્યાર સુધીમાં કુલ 132 અરજદારોને રૂ. 74,86,123ની
રકમ પરત અપાવવામાં આવી છે.જ્યારે વર્ષ 2025માં પણ કુલ રૂ. 67,29,145ની રકમ અરજદારોના બેંક ખાતામાં પરત જમા કરાવવામાં આવી હતી. પોલીસે નાગરિકોને
સાયબર છેતરપિંડીથી સાવચેત રહેવા અને કોઈ પણ
અજાણીલિંક, ઓટીપી કે બેંકિંગ વિગતો કોઈની સાથે શેર નહીં કરવા અપીલ કરી છે. સાયબર ફ્રોડનો
ભોગ બનનાર વ્યક્તિએ તાત્કાલિક 1930 હેલ્પલાઈન અથવા cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવવી જોઈએ. સમયસર ફરિયાદ કરવાથી નાણાં પરત મેળવવાની શક્યતા વધી શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya