વાગલખોડની 19 વર્ષીય યુવતીની મોપેડને પાછળથી મોટરસાયકલ ચાલકે ટક્કર મારી
ભરૂચ 01 ફેબ્રુઆરી (હિ.સ.) વાલિયા તાલુકામાં વધતા જતા અકસ્માતોની વણઝારથી ચિંતામાં વધારો જ્યારે પોલીસ તંત્ર ચિંતા મુક્ત . વાગલખોડ ગામે મોટરસાયકલની અડફેટે મોપેડ સવાર યુવતીને ઇજા થવાથી મોકલાય સારવાર અર્થે .વાલિયા પોલીસ સ્ટેશનમાં મોટરસાયકલ ચાલક
વાગલખોડની 19 વર્ષીય યુવતીની મોપેડને પાછળથી મોટરસાયકલ ચાલકે ટક્કર મારી


ભરૂચ 01 ફેબ્રુઆરી (હિ.સ.) વાલિયા તાલુકામાં વધતા જતા અકસ્માતોની વણઝારથી ચિંતામાં વધારો જ્યારે પોલીસ તંત્ર ચિંતા મુક્ત . વાગલખોડ ગામે મોટરસાયકલની અડફેટે મોપેડ સવાર યુવતીને ઇજા થવાથી મોકલાય સારવાર અર્થે .વાલિયા પોલીસ સ્ટેશનમાં મોટરસાયકલ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં અવારનવાર થતા અકસ્માતોને લઇને લોકો ચિંતિત બન્યા છે. તાલુકામાં નાન‍ામોટા અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે. આવાજ એક અકસ્માતમાં વાગલખોડ ગામે એક મોપેડ સવાર યુવતીને મોટરસાયકલની અડફેટે ઇજા થઇ હતી. વાલિયા પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ વાલિયા તાલુકાના વાગલખોડ ગામે રહેતી લક્ષ્મી જશવંત વસાવા નામની 19 વર્ષીય યુવતી નેત્રંગ કોલેજમાં બી.કોમના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે.લક્ષ્મીબેન ગતરોજ 31 મીના રોજ સાંજના પોણાચાર વાગ્યાના અરસામાં એક્ટિવા મોપેડ લઇને ગામમાં આવેલ દુકાને જવા નીકળી હતી.ગામમાં એક ઘરે ઘણા લોકો પ્રાર્થના કરવા માટે ભેગા થયા હતા તે જોવા લક્ષ્મીએ પોતાનું મોપેડ ઉભુ રાખ્યું હતું તે દરમિયાન પાછળથી આવતી એક મોટરસાયકલ તેની એક્ટિવા સાથે અથડાતા લક્ષ્મી નીચે પડી ગઇ હતી.અકસ્માતમાં મોટરસાયકલ ચાલક પણ નીચે પડી ગયો હતો.અકસ્માત દરમિયાન લક્ષ્મીની મોપેડ થોડે દુર સુધી ઘસડાઇ ગઇ હતી તેમજ એક્ટિવાને નુકશાન થયું હતું.

આ અકસ્માતમાં લક્ષ્મીને કાંડા પર તેમજ પગની આંગળી પર ઇજા થતા તેને અંકલેશ્વર સારવાર મ‍ાટે લઇ જવામાં આવી હતી. અકસ્માત સંદર્ભે વાલિયા પોલીસે લક્ષ્મી વસાવાની ફરિયાદ મુજબ અકસ્માત કરનાર મોટરસાયકલ ચાલક વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande