“મેરા ટિકટ, મેરી શાન – વિકસિત ભારત કે લિએ મેરા યોગદાન” જનજાગૃતિ અભિયાનમાં ભાવનગરના ધારાસભ્ય અને મેયરની હાજરી
ભાવનગર, 03 ફેબ્રુઆરી (હિ.સ.) : પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા રેલ મુસાફરોમાં માન્ય ટિકિટ લઈને મુસાફરી કરવા તેમજ ડિજિટલ રેલવે સેવાઓનો વધુમાં વધુ ઉપયોગ કરવા અંગે જાગૃતિ વધારવાના હેતુથી પ્રમુખ મુખ્ય વાણિજ્ય પ્રબંધક તરૂણ જૈનના માર્ગદર્શન અને પ્રેરણ
“મેરા ટિકટ, મેરી શાન – વિકસિત ભારત કે લિએ મેરા યોગદાન” જનજાગૃતિ અભિયાનમાં ભાવનગરના ધારાસભ્ય અને મેયરની હાજરી


ભાવનગર, 03 ફેબ્રુઆરી (હિ.સ.) : પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા રેલ મુસાફરોમાં માન્ય ટિકિટ લઈને મુસાફરી કરવા તેમજ ડિજિટલ રેલવે સેવાઓનો વધુમાં વધુ ઉપયોગ કરવા અંગે જાગૃતિ વધારવાના હેતુથી પ્રમુખ મુખ્ય વાણિજ્ય પ્રબંધક તરૂણ જૈનના માર્ગદર્શન અને પ્રેરણાથી સંચાલિત “મેરા ટિકટ, મેરી શાન – વિકસિત ભારત કે લિએ મેરા યોગદાન” અભિયાન અંતર્ગત તારીખ 03 ફેબ્રુઆરી, 2026 (મંગળવાર)ના રોજ ભાવનગર ટર્મિનસ સ્ટેશન પર એક અસરકારક જનજાગૃતિ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં ભાવનગરની ધારાસભ્ય સેજલબેન પંડ્યા, મેયર ભરતભાઈ બારડ, ડે. મેયર મોનાબેન પારેખ, એમ્બ્યુલન્સ 108ના હેડ કપિલ સોલંકી, સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના અશોક કોટાડિયા સહિત અન્ય સ્થાનિક જનપ્રતિનિધિઓની ગૌરવપૂર્ણ હાજરી રહી.

કાર્યક્રમ દરમિયાન જનપ્રતિનિધિઓએ મુસાફરોને માન્ય ટિકિટ લઈને મુસાફરી કરવાની મહત્તા અંગે અવગત કરાવ્યું અને સંદેશ આપ્યો કે ટિકિટ લઈને મુસાફરી કરવી માત્ર કાનૂની ફરજ જ નથી, પરંતુ ઈમાનદારી, શિસ્ત અને જવાબદાર નાગરિકતાનું પ્રતીક છે. આ પહેલ દ્વારા મુસાફરોમાં જવાબદાર અને શિસ્તબદ્ધ મુસાફરીની ભાવનાને વધુ મજબૂત બનાવવામાં આવી.

આ અવસરે વાણિજ્ય વિભાગ દ્વારા મુસાફરોને રેલવન એપ (RailOne App) અંગે વિગતવાર માહિતી આપવામાં આવી. એપના મુખ્ય લાભો જેમ કે— સરળ ટિકિટ બુકિંગ, ટ્રેનોની રિયલ-ટાઇમ માહિતી તેમજ એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ વિવિધ રેલવે સેવાઓ વિશે વિગતે સમજાવવામાં આવ્યું અને મુસાફરોને ડિજિટલ સેવાઓ અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે આ અભિયાન મુસાફરોને માન્ય ટિકિટ સાથે મુસાફરી કરવા, ડિજિટલ રેલવે સેવાઓ અપનાવવા તથા એક સુરક્ષિત, પારદર્શક અને કાર્યક્ષમ રેલવે પ્રણાલીના નિર્માણમાં સહભાગી બનવા પ્રેરિત કરે છે. મંડલ રેલ પ્રબંધક દિનેશ વર્માએ તમામને અપીલ કરી છે કે બધા મુસાફરો યોગ્ય ટિકિટ લઈને મુસાફરી કરે અને આ સંદેશો જન-જન સુધી પહોંચાડે. આ અભિયાનથી મુસાફરોમાં રેલવે નિયમો, નાગરિક ફરજો, ઈમાનદાર મુસાફરી અને સામાજિક જવાબદારી અંગે જાગૃતિમાં નોંધપાત્ર વધારો થયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande