
ગીર સોમનાથ, 3 ફેબ્રુઆરી (હિ.સ.) : જુનાગઢ રેન્જ આઇ.જી.પી. તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક દ્રારા પ્રતિબંધીત મોડીફાઈ સાઈલેશન્સર ઉપયોગ કરી પુરઝડપે વાહન ચલાવતા ઈસમો કે જેઓ સ્ટન્ટ કરી જાહેર રાહદારી તથા પોતાના જીવનને જોખમમા મુકી બેફામ વાહનો હંકારતા હોય તેવા ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સુચના કરેલ હોય, પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા સાહેબની સુચના તથા માર્ગદર્શન મુજબ વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના પી.આઈ જે.એન.ગઢવી દ્વારા તથા સ્ટાફ વેરાવળ સીટીમાં પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ દરમિયાન ચોપાટી ખાતે થી આવારા તત્વો દ્વારા બુલેટોમાં મોડીફાઇ સાઇલેન્સર નો ઉપયોગ કરી પુરઝડપે વાહન ચલાવતા ઇસમો જે બુલેટ માં ફટાકડા ફોડતા હોય તેવા ઇસમોના બુલેટના સાઈલેન્સર કાઢી નાખવામાં આવ્યા અને એમ.વી.એકટ કલમ-૨૦૭મુજબ-૪ વાહનો ડિટેઇન કરવામાં આવેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ