વેરાવળ સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે બૌદ્ધિક સંપત્તિ અધિકાર વિષય પર વર્કશોપ યોજાયો
ગીર સોમનાથ 3 ફેબ્રુઆરી (હિ.સ.) : વેરાવળની સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે ઇનોવેશન ક્લબ સારથી પ્રવૃત્તિ – સ્ટેજ ૪ અંતર્ગત બૌદ્ધિક સંપત્તિ અધિકાર (IPR) વિષય પર એક દિવસીય વર્કશોપ યોજાયો હતો. પ્રિન્સિપાલ ડૉ. સ્મિતા છગના માર્ગદર્શન હેઠળ ઇનોવેશન કોઓર્ડિનેટર
વેરાવળ સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે બૌદ્ધિક સંપત્તિ અધિકાર વિષય પર એક


ગીર સોમનાથ 3 ફેબ્રુઆરી (હિ.સ.) : વેરાવળની સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે ઇનોવેશન ક્લબ સારથી પ્રવૃત્તિ – સ્ટેજ ૪ અંતર્ગત બૌદ્ધિક સંપત્તિ અધિકાર (IPR) વિષય પર એક દિવસીય વર્કશોપ યોજાયો હતો.

પ્રિન્સિપાલ ડૉ. સ્મિતા છગના માર્ગદર્શન હેઠળ ઇનોવેશન કોઓર્ડિનેટર ડૉ. પ્રિયા મંગે અને સમગ્ર ટીમ દ્વારા આ વર્કશોપનું મેનેજમેન્ટ કરાયું હતું.

કોલેજના પ્રિન્સિપાલ ડૉ. સ્મિતા છગે પ્રેરણાદાયક ઉદબોધનથી કરવામાં આવી હતી. તેમણે વિદ્યાર્થીઓને નવીન વિચારો, સંશોધન અને સ્ટાર્ટઅપ સંસ્કૃતિ વિકસાવવા માટે IPRના મહત્વ પર ભાર મૂક્યો હતો.

વર્કશોપમાં મુખ્ય વક્તા તરીકે ડૉ. પાર્થ સેજપાલ, IPR વિષયના નિષ્ણાત તથા SPHIRA સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, IPR સેલના ચેરપર્સન ઉપસ્થિત રહ્યા હતા.

તજજ્ઞોએ બૌદ્ધિક સંપત્તિ અધિકાર અંગે વિસ્તૃત અને વ્યવહારુ માર્ગદર્શન આપ્યું હતું. પોતાના સત્ર દરમિયાન તેમણે IPRનો અર્થ, મહત્વ, તેમજ તેના વિવિધ પ્રકારો જેમ કે પેટન્ટ, કૉપિરાઇટ, ટ્રેડમાર્ક, ડિઝાઇન અને જીઆઇ (Geographical Indication) બાબતે વિગતવાર સમજણ આપી હતી. તેમજ, વિદ્યાર્થીઓને IPR માટે અરજી કરવાની પ્રક્રિયા, દસ્તાવેજીકરણ, ઓનલાઈન ફાઇલિંગ, તેમજ સંશોધન અને નવીન વિચારોને કેવી રીતે કાયદેસર રીતે સુરક્ષિત કરી શકાય તે અંગે તબક્કાવાર માહિતી આપવામાં આવી હતી.

આ સત્રને વધુ અસરકારક બનાવવા માટે ડૉ. સેજપાલે પ્રાયોગિક ઉદાહરણો અને પ્રવૃત્તિઓ (activities) દ્વારા વિદ્યાર્થીઓને સક્રિય રીતે જોડ્યા હતા, જેથી વિષય સરળ અને રસપ્રદ બની રહ્યો. આ વર્કશોપમાં કોલેજ તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને વિષય અંગે ઊંડી સમજ મેળવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande