પાટણ SOG દ્વારા બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ.
પાટણ, 11 ફેબ્રુઆરી (હિ.સ.) રાજ્યમાં ગેરકાયદેસર વસવાટ કરતા વિદેશી નાગરિકોની શોધખોળ અંતર્ગત પાટણ SOGએ સિટી એ ડિવિઝન વિસ્તારમાંથી એક બાંગ્લાદેશી મહિલાને ઝડપી પાડી છે. જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયી અને સરહદી રેન્જ ભુજના આઈજી ચિરાગ કોરડીયાના માર્ગદ
પાટણ SOG દ્વારા બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ.


પાટણ, 11 ફેબ્રુઆરી (હિ.સ.) રાજ્યમાં ગેરકાયદેસર વસવાટ કરતા વિદેશી નાગરિકોની શોધખોળ અંતર્ગત પાટણ SOGએ સિટી એ ડિવિઝન વિસ્તારમાંથી એક બાંગ્લાદેશી મહિલાને ઝડપી પાડી છે. જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયી અને સરહદી રેન્જ ભુજના આઈજી ચિરાગ કોરડીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. સોલંકીની ટીમે બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી.

તપાસ દરમિયાન 38 વર્ષીય અસમાબેગમ ફારૂક સરદાર મળી આવી હતી. પૂછપરછમાં તેની પાસે ભારતમાં પ્રવેશ માટે કોઈ કાયદેસર પાસપોર્ટ કે વીઝા મળ્યા નહોતા. મહિલાએ 2005માં બાંગ્લાદેશની બોનાપોલ બોર્ડર મારફતે ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કર્યો હોવાની કબૂલાત કરી હતી.

મહિલા હાલ સુરતના ઉધના રેલવે સ્ટેશન પાસે રહેતી હતી અને અગાઉ અમદાવાદ, વડોદરા, આણંદ, સુરત, મહેસાણા અને મોરબી સહિતના શહેરોમાં રહી ચૂકી છે. તપાસ દરમિયાન તેની પાસેથી બાંગ્લાદેશી નાગરિક હોવાના પુરાવા મળ્યા છે. SOG દ્વારા તેની મૂવમેન્ટ પર પ્રતિબંધનો આદેશ મેળવી ધ ફોરેનર્સ એક્ટ 1946 હેઠળ વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande