પાટણમા ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે “સમર્પણ દિવસ”ની ઉજવણી
પાટણ, 11 ફેબ્રુઆરી (હિ.સ.) ભારતીય જનતા પાર્ટી, પાટણ જિલ્લા દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે “સમર્પણ દિવસ”ની ઉજવણી સાથે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ જિલ્લા પ્રમુખ રમેશ સિંધવના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો, જેમાં કાર્ય
પાટણમા ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે “સમર્પણ દિવસ”ની ઉજવણી સાથે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો.


પાટણ, 11 ફેબ્રુઆરી (હિ.સ.) ભારતીય જનતા પાર્ટી, પાટણ જિલ્લા દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે “સમર્પણ દિવસ”ની ઉજવણી સાથે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ જિલ્લા પ્રમુખ રમેશ સિંધવના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો, જેમાં કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ગૌતમ ગેડીયાએ પ્રેરક ઉદબોધન કરતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના જીવનદર્શન અને ‘એકાત્મ માનવવાદ’ના સિદ્ધાંત પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે સમાજસેવા અને રાષ્ટ્રનિર્માણ માટે સમર્પણભાવ અપનાવવાની અપીલ કરી હતી.

આ પ્રસંગે જિલ્લા મહામંત્રી સંજય પટેલ, બાબુજી ઠાકોર, લાલજી દેસાઈ, ઇન્ચાર્જ કિશોર મહેશ્વરી, સહ ઇન્ચાર્જ રોહિત પટેલ સહિત જિલ્લા પદાધિકારીઓ, મંડળ પ્રમુખો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande