શંખેશ્વરમાં પંચદેવ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સફળતાપૂર્વક સંપન્ન
પાટણ, 11 ફેબ્રુઆરી (હિ.સ.) પાટણ જિલ્લાના શંખેશ્વર સ્થિત પ.પૂ. સંતશ્રી બાબુરામ મહારાજના અલખ આશ્રમમાં શ્રી પંચદેવ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અને મહાયજ્ઞ બુધવારે યોજાયો. આ ધાર્મિક પ્રસંગમાં હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. મહોત્સવનો પ્રારંભ 10 ફેબ્રુઆરીના રોજ
શંખેશ્વરમાં પંચદેવ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સફળતાપૂર્વક સંપન્ન


પાટણ, 11 ફેબ્રુઆરી (હિ.સ.) પાટણ જિલ્લાના શંખેશ્વર સ્થિત પ.પૂ. સંતશ્રી બાબુરામ મહારાજના અલખ આશ્રમમાં શ્રી પંચદેવ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અને મહાયજ્ઞ બુધવારે યોજાયો. આ ધાર્મિક પ્રસંગમાં હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. મહોત્સવનો પ્રારંભ 10 ફેબ્રુઆરીના રોજ ભવ્ય શોભાયાત્રા અને યજ્ઞના આરંભ સાથે મંગળવારે થયો હતો.

બુધવારે શ્રી ગણપતિબાપા, શ્રી રામદેવપીર, શ્રી હનુમાનદાદા, શ્રી ચામુંડા માતાજી અને શ્રી ગોગા મહારાજ સહિત પંચદેવોની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. સાથે જ મહાયજ્ઞની પૂર્ણાહુતિ પણ સંપન્ન થઈ, જેના દ્વારા ભક્તો અને આશ્રમના મહાનુભાવોએ ધાર્મિક આનંદ અને ભક્તિનો અનુભવ કર્યો.

આ પ્રસંગનું આયોજન રામદેવપીર દાદાના પરમ ઉપાસક સંત કેતનરામ બાબુરામ મહારાજ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. વઢિયાર, ઉત્તર ગુજરાત અને અમદાવાદ સહિતના વિસ્તારોમાંથી ભારે સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા અને આ પ્રતિષ્ઠા મહોત્સવને ભવ્યતા અને ધન્યતા આપી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande