કંબોડિયાનો નામચીન બુટલેગર રાહુલ માલીને વાલિયા પોલીસે મીરાપોરથી ઝડપી પાડ્યો
-6 મહિનાથી પ્રોહીબિશનના વાલિયા પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુનામાં વોન્ટેડ જાહેર કર્યો -ખાનગી વાહનમાં પોલીસે મીરાપોર જઈ પકડવા જતા ખેતરમાં ભાગવા જતા પકડી પાડ્યો -અગાવ કેટલાય પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલો છે તેની ઉપર પાસાની કાર્યવાહી કરવી જોઈએ ભરૂચ
કંબોડિયાનો નામચીન બુટલેગર રાહુલ માલીને વાલિયા પોલીસે મીરાપોરથી ઝડપી પાડ્યો


કંબોડિયાનો નામચીન બુટલેગર રાહુલ માલીને વાલિયા પોલીસે મીરાપોરથી ઝડપી પાડ્યો


કંબોડિયાનો નામચીન બુટલેગર રાહુલ માલીને વાલિયા પોલીસે મીરાપોરથી ઝડપી પાડ્યો


-6 મહિનાથી પ્રોહીબિશનના વાલિયા પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુનામાં વોન્ટેડ જાહેર કર્યો

-ખાનગી વાહનમાં પોલીસે મીરાપોર જઈ પકડવા જતા ખેતરમાં ભાગવા જતા પકડી પાડ્યો

-અગાવ કેટલાય પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલો છે તેની ઉપર પાસાની કાર્યવાહી કરવી જોઈએ

ભરૂચ 13 ફેબ્રુઆરી (હિ.સ.)

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના છેલ્લા 6 મહિનાથી પ્રોહિબિશનના ત્રણ અલગ-અલગ ગંભીર ગુનાઓમાં પોલીસને થાપ આપી રહેલા કુખ્યાત બુટલેગર રાહુલ ઓકારામ માલીને પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી મીરાપોરથી દબોચી લીધો છે.

​ખાનગી વાહનમાં વોચ ગોઠવી, ખેતરોમાં દોડાવીને પકડ્યો

​વાલિયા પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.બી. તોમરની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમીદારથી રાકેશ યશવંતભાઈને ચોક્કસ માહિતી મળી હતી કે, પ્રોહિબિશનના ગુનાનો આરોપી રાહુલ માલી મીરાપોર ગામના બસ સ્ટેશન પાસે ઉભો છે. બાતમીના આધારે પોલીસની ટીમે ખાનગી વાહનમાં જઈ ઓચિંતો દરોડો પાડ્યો હતો. પોલીસને જોતા જ રાહુલ માલીએ ખેતરોમાં ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સતર્ક પોલીસે તેનો પીછો કરી તેને ઝડપી પાડ્યો હતો.

​આરોપીની પ્રોફાઈલ અને ગુનાહિત ઇતિહાસરાહુલકુમાર ઓકારામ માલી (ઉં.વ. 27) રહે. કંબોડીયા, નેત્રંગ (મૂળ રહે. અંકલેશ્વર) તેની વિરુદ્ધ વાલિયા પોલીસ મથકે 2025 પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો તેમજ નવી ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની કલમ 111(2)(બી) (સંગઠિત ગુનાખોરી) હેઠળ 3 ગુનાઓ નોંધાયેલા છે.​ઓપરેશન પાર પાડનાર ટીમ

​આ કામગીરીમાં પીઆઈ એમ.બી. તોમર, એ.એસ.આઈ. કિરણકુમાર, હેડ કોન્સ્ટેબલ અજીત, કિરીટ તથા અન્ય જવાનો જોડાયા હતા. હાલ પોલીસે આરોપીની અટકાયત કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande