મંત્રી કમલેશ પટેલ ભારતી આશ્રમ ખાતે મહાશિવરાત્રી પર્વે શ્રેષ્ઠ શિક્ષકોના સન્માન સમારોહમાં સહભાગી થયા
જુનાગઢ, 14 ફેબ્રુઆરી (હિ.સ.) : ગુજરાત સરકારના નાણા અને પોલીસ હાઉસિંગ વિભાગના રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલ ભારતી આશ્રમ ખાતે સંત હરિહરાનંદ બાપુની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજિત શ્રેષ્ઠ શિક્ષકોના સન્માન સમારોહમાં સહભાગી થયા હતા. જેમાં સૌરાષ્ટ્રના ૪૦ જેટલ
મંત્રી કમલેશ પટેલ ભારતી આશ્રમ ખાતે મહાશિવરાત્રી પર્વે શ્રેષ્ઠ શિક્ષકોના સન્માન સમારોહમાં સહભાગી થયા


જુનાગઢ, 14 ફેબ્રુઆરી (હિ.સ.) : ગુજરાત સરકારના નાણા અને પોલીસ હાઉસિંગ વિભાગના રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલ ભારતી આશ્રમ ખાતે સંત હરિહરાનંદ બાપુની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજિત શ્રેષ્ઠ શિક્ષકોના સન્માન સમારોહમાં સહભાગી થયા હતા. જેમાં સૌરાષ્ટ્રના ૪૦ જેટલા શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું.

ભારતી આશ્રમ ખાતે ભારતીય આશ્રમ ખાતે પૂજ્ય સંત હરિહરાનંદ બાપુ, નાંણા રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલ, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાના હસ્તે શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીલક્ષી નાવિન્ય દાખવનાર શ્રેષ્ઠ શિક્ષકોનું શાલ મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે હરિહરાનંદ બાપુએ શિક્ષકોને નવી પ્રેરણા પૂરી પાડવા અને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે શિવરાત્રી પર્વે શિક્ષકોના સન્માનનો કાર્યક્રમ આયોજન થાય તેવો ભાવ વ્યક્ત કર્યો હતો.

રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલે પણ સમાજ અને રાષ્ટ્ર માટે મહત્વતાનો ઉલ્લેખ કરતા અને સન્માનિત શિક્ષકોને અભિનંદન આપતા કહ્યું હતું કે, સમાજ અને રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષકોની અગત્યની ભૂમિકા છે. તેમણે કહ્યું કે, સંતોના હસ્તે શિક્ષકોનું સન્માન થવું સૌભાગ્ય છે અને જીવનમાં કક્ષા કેળવશો તો રક્ષા આપો આપ થશે. તેમ જણાવતાં કહ્યું કે, યુવાનોને વ્યસન મુક્ત અને સંસ્કાર વાન બનાવવાનું કાર્ય શિક્ષકો અને સંતો થકી થઈ શકે છે, ઉપરાંત તેમણે ભારતીય આશ્રમ સાથેના સંસ્મરણોનો ઉલ્લેખ કર્યો હતો.

ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ પ્રાસંગિક સંબોધન કરતા સન્માનિત થનાર શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે અન્ય સંતો મહંતો અને મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande