સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય, વેરાવળ ખાતે Budget talk @ campus પર વ્યાખ્યાન કાર્યક્રમ યોજાયો.
સોમનાથ 14 ફેબ્રુઆરી (હિ.સ.) સોમનાથ સંસ્કૃત વિશ્વ વિદ્યાલય, વેરાવળ ખાતે ૧૪-૨-૨૬ ના રોજ બજેટ ટોક- ૨૦૨૬ વ્યાખ્યાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી, ગાંધીનગર, સરકારના પરિપત્ર અનુસંધાને Budget talk @ campus કાર્યક્રમ
સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય, વેરાવળ ખાતે Budget talk @ campus પર વ્યાખ્યાન


સોમનાથ 14 ફેબ્રુઆરી (હિ.સ.) સોમનાથ સંસ્કૃત વિશ્વ વિદ્યાલય, વેરાવળ ખાતે ૧૪-૨-૨૬ ના રોજ બજેટ ટોક- ૨૦૨૬ વ્યાખ્યાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉચ્ચ શિક્ષણ

કમિશનરની કચેરી, ગાંધીનગર, સરકારના પરિપત્ર અનુસંધાને Budget talk @ campus કાર્યક્રમ સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રો. સુકાન્તકુમાર સેનાપતિ અને કુલસચિવ ડૉ.મહેશકુમાર મેતરાના માર્ગદર્શનથી યોજાયેલ. દેશના દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રેરક પ્રોત્સાહનથી આ કાર્યક્રમનું સફળ આયોજન થયું હતું.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી વૈદિક મંગલાચરણ દ્વારા કરવામાં આવી. સમૂહમાં વંદે માતરમ ગાન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય સંચાલિત સંસ્કૃત કોલેજના આચાર્ય ડૉ .નરેન્દ્રકુમાર પંડ્યા દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન તેમજ શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ પરંપરા અનુસાર મુખ્યવક્તા ચોકસી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ,વેરાવળના આચાર્ય ડૉ .જીગર રાવલનું સ્વાગત શાલ અને પુષ્પગુચ્છ દ્વારા કરવામાં આવ્યું.

કાર્યક્રમના મુખ્યવક્તા તરીકે ડૉ .જીગર રાવલ મહોદયે જણાવ્યું કે બજેટ માત્ર આવક અને ખર્ચનો દસ્તાવેજ નથી. પરંતુ દેશના ભાવિ વિકાસ માટેનું વિઝન દર્શાવે છે. પોતાનું વક્તવ્ય પીપીટી માધ્યમથી આપતા બજેટના ઇતિહાસની ટૂંકમાં માહિતી આપી, બજેટ-૨૦૨૬ ના હેતુઓ, બજેટના આધારે વિકસિત ભારત-૨૦૪૭ના વિઝન મિશનના રોડ મેપ તેમજ બજેટમાં ખાસ કરીને યુવાનો, મહિલાઓના વિકાસ પર કેન્દ્રિત જોગવાઈઓ, દેશની સુરક્ષા માટે સંરક્ષણ ક્ષેત્રે બજેટમાં નાણાંની ફાળવણી પર, આયુર્વેદિક દવાઓ, આરોગ્ય સંભાળ ક્ષેત્રે ભાવિ તકો તથા બજેટને લગતી કેટલીક આંકડાકીય માહિતી ટૂંકમાં અને સરળ શૈલીમાં રજૂ કરી હતી.

આ કાર્યક્રમનું સંચાલન કાર્યક્રમના નોડલ અધિકારી ડૉ.અમિષા દવેએ કર્યું હતું . ધન્યવાદજ્ઞાપન સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના અનુસ્નાતક વિભાગના અધ્યક્ષ પ્રો. વિનોદકુમાર ઝાએ કર્યું હતું. આ કાર્યક્રમના ઇન્ચાર્જ ઓફિસર તરીકે આચાર્ય ડૉ .નરેન્દ્રકુમાર પંડ્યાએ કાર્ય કર્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, અધ્યાપકઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande