યાત્રાધામ અંબાજી પાસે થોડાક મહિનાઓ અગાઉ પાડેલીયા ગામ ખાતે પોલીસ વિભાગ અને વન વિભાગના કર્મચારીઓ ઉપર હુમલા સંદર્ભે અંબાજી પોલીસ દ્વારા આજે ત્રણ ઇસમોની ધરપકડ કરવામાં આવી
અંબાજી, 14 ફેબ્રુઆરી (હિ.સ.) યાત્રાધામ અંબાજી પાસે આવેલ પાડલીયા ગામમાં ખેતરમાં વાવણી કરવાના મુદ્દે સ્થાનિક લોકો દ્વારા જે તે સમયે પોલીસ વિભાગ અને વન વિભાગો ના કર્મચારીઓ ઉપર ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તે હુમલામાં વન વિભાગ અને પોલીસ વિભાગના
PADLIYA NA AAROPI ZADPAYA


PADLIYA NA AAROPI ZADPAYA


અંબાજી, 14 ફેબ્રુઆરી (હિ.સ.) યાત્રાધામ અંબાજી પાસે આવેલ પાડલીયા ગામમાં ખેતરમાં વાવણી કરવાના મુદ્દે સ્થાનિક લોકો દ્વારા જે તે સમયે પોલીસ વિભાગ અને વન

વિભાગો ના કર્મચારીઓ ઉપર ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તે હુમલામાં વન વિભાગ અને પોલીસ વિભાગના મોટાભાગના કર્મચારીઓ અને ગંભીર ઇજાઓ પહોંચી હતી તે સંદર્ભે વન વિભાગનાઆરએફઓ જીતસિંહ રાણા ની ફરિયાદના આધારે અંબાજી પોલીસ વિભાગ દ્વારા ત્રણ આરોપીઓ એક છત્રાભાઈ ડામોર બેડા પાણી બે કાળુભાઈ પરમાર પાડલીયા ત્રણ સાયબા ભાઈ ડુંગળી સા આંબા પાણી ની બાતમીને આધારે અંબાજી પોલીસે વોચ ગોઠવી હતી તે સંદર્ભે આજે આ બનાવને પગલે ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા જે તે સમયે ૨૭ ઈસમો સામે નામ જો ફરિયાદ અને 500 ના ટોળા ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ બનાવના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. પોલીસ વિભાગ દ્વારા આરોપીઓને પકડી પાડવા ગુપ્ત રહે સતત વોચ રાખવામાં આવી રહી હતી જે અનુસંધાને આજે પોલીસ વિભાગને મળેલ બાદમીને આધારે આ ત્રણેય ઈસમોની ધરપકડ કરી તેઓની સામે કલમ 189 2 189 ત્રણ 191 2 191 3 190 તથા પ્રોપર્ટી ડેમેજ એક્ટ ની કલમ 3 અને 7 gpf કલમ 135 મુજબ 20 જેટલી કલમો જે તે સમયે લગાવવામાં આવી હતી અને બાથમીને આધારે આજે ત્રણ ઇસમોની ધરપકડ કરી નામદાર. દાતા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને હાલ ત્રણેય ઈસમોને રિમાન્ડ ઉપર લેવામાં આવ્યા હોવાનું અંબાજી પોલીસ સ્ટેશનના પીઆઇ સી એફ ઠાકોર એ જણાવ્યું હતું તથા આ ગુનામાં સંડોવાયેલ વધુ ઈસમો ને તેઓને ઝડપી પાડવા પોલીસ વિભાગ દ્વારા હાલમાં તપાસ ચાલી રહી હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ


 rajesh pande