સિદ્ધપુર સ્થિત ગોકુલ પબ્લિક સ્કૂલમાં વાર્ષિક સાંસ્કૃતિક મહોત્સવ ‘પરંપરા 2026’ નું આયોજન કરવામાં આવ્યું.
પાટણ, 14 ફેબ્રુઆરી (હિ.સ.)સિદ્ધપુર સ્થિત ગોકુલ પબ્લિક સ્કૂલ દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક મહોત્સવ ‘પરંપરા 2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થી
સિદ્ધપુર સ્થિત ગોકુલ પબ્લિક સ્કૂલમાં વાર્ષિક સાંસ્કૃતિક મહોત્સવનું ‘પરંપરા 2026’ નું આયોજન કરવામાં આવ્યું.


સિદ્ધપુર સ્થિત ગોકુલ પબ્લિક સ્કૂલમાં વાર્ષિક સાંસ્કૃતિક મહોત્સવનું ‘પરંપરા 2026’ નું આયોજન કરવામાં આવ્યું.


પાટણ, 14 ફેબ્રુઆરી (હિ.સ.)સિદ્ધપુર સ્થિત ગોકુલ પબ્લિક સ્કૂલ દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક મહોત્સવ ‘પરંપરા 2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ સાથે ભારતની પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરાઓથી પરિચિત કરાવવાનો હતો.

આ પ્રસંગે શાળાનું સમગ્ર સંકુલ ભારતીય લોકકલા અને સંસ્કારોના રંગે રંગાયેલું નજરે પડ્યું હતું. વિદ્યાર્થીઓએ લોકસંગીત, શાસ્ત્રીય નૃત્ય અને પરંપરાગત કલાના વિવિધ કાર્યક્રમો રજૂ કર્યા હતા. પરંપરાગત વેશભૂષામાં સજ્જ બાળકોના લોકનૃત્યો વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસ અને શિસ્તબદ્ધતા સાથે મંચ પર પ્રસ્તુતિ આપી સૌનું મન જીતી લીધું હતું. તેમની સર્જનાત્મકતા અને કલાત્મક અભિવ્યક્તિએ ભારતીય સંસ્કૃતિની સમૃદ્ધ ધરોહરને ઉજાગર કરી હતી.

કાર્યક્રમના અંતે ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે વિદ્યાર્થીઓની કલા અને શાળાની શિસ્તની પ્રશંસા કરી હતી. શાળાના સંચાલકો અને શિક્ષકો દ્વારા સહભાગી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવાયા હતા તેમજ વાલીઓએ પણ આ પ્રયાસને ઉત્સાહભેર વધાવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande