ઉનાના નાગરિકોને રાજ્ય સરકારની અનેકવિધ ભેટ 100 વારના 195 પ્લોટનું નાગરિકોને વિતરણ
ગીર સોમનાથ, 14 ફેબ્રુઆરી (હિ.સ.) : સામાન્ય રીતે ''વેલેન્ટાઇન''ના દિવસે પ્રિયજનો એકબીજાને મનગમતી ભેટ કે ગિફ્ટ આપતા હોય છે. તે જ રીતે ઉના તાલુકાના નાગરિકો પ્રત્યે સ્નેહ અને અનુરાગ દર્શાવીને રાજ્ય સરકાર તરફથી અનેક વિકાસ કામોની ભેટ મળી હતી. ઉના તાલુ
વેલેન્ટાઈનના દિવસે ઉનાના નાગરિકોને રાજ્ય સરકારની અનેકવિધ ભેટ


ગીર સોમનાથ, 14 ફેબ્રુઆરી (હિ.સ.) : સામાન્ય રીતે 'વેલેન્ટાઇન'ના દિવસે પ્રિયજનો એકબીજાને મનગમતી ભેટ કે ગિફ્ટ આપતા હોય છે. તે જ રીતે ઉના તાલુકાના નાગરિકો પ્રત્યે સ્નેહ અને અનુરાગ દર્શાવીને રાજ્ય સરકાર તરફથી અનેક વિકાસ કામોની ભેટ મળી હતી.

ઉના તાલુકાના ખાપટ ગામે યોજાયેલ પંચવિધ કાર્યક્રમ અંતર્ગત પ્લોટ, સનદ અને પ્રોપર્ટી કાર્ડના વિતરણ સાથે આર.ઓ. પ્લાન્ટનું લોકાર્પણ, પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત તેમજ ખાપટ મોડલ સ્કૂલનું પ્રતિકાત્મક લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ અવસરે સંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા જેવડાના ગામ સુધી તમામ સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે હરહંમેશ પ્રયત્ન કરવામાં આવ્યો છે આજે ઉના તાલુકાના ગામોને પ્રાપ્ત થઈ સુવિધાઓથી આ ગામની પાયાની સુવિધાઓમાં મોટો સુધારો આવશે અને નાગરિક જીવન વધુ સરળ બનશે.

સંસદ સભ્યએ વધુમાં જણાવ્યું હતું કે, આજે ૧૯૫ લાભાર્થીઓને મફત પ્લોટ મળ્યા છે,‌ જેના પર તેઓ પોતાનું મકાન બાંધી ઘરના ઘરનું સપનું સાકાર કરી શકશે.

કલેકટર એન.વી. ઉપાધ્યાય જણાવ્યું હતું કે, આજે જમીનની કિંમતો ખૂબ વધી ગઈ છે. ત્યારે, રાજ્ય સરકાર દ્વારા ઉનાના નાગરિકોને પોતાના ઘરનું ઘર બાંધવા માટે એક સાથે મફત ૧૯૫ પ્લોટ આપ્યા છે. જે ખૂબ મોટી વાત છે.

આજે 'વેલેન્ટાઈન ડે'ના અવસરે આ રાજ્ય સરકાર તરફથી મળેલી મોટી ભેટ છે. જેને પ્લોટ મળ્યા છે તેવાં લોકો માટે આ દિવસે યાદગાર બની રહેવાનો છે.

૧૦૦ ચોરસ વારના ૧૯૫ મફત પ્લોટનું સનદ વિતરણએ સરકારના નાગરિકો પ્રત્યના પ્રેમની અભિવ્યક્તિ છે, તેમ જણાવી કલેકટરએ રાજ્ય સરકાર દ્વારા આજે આપવામાં આવેલી વિવિધ સુવિધાઓનો અસરકારક ઉપયોગ કરી વધુમાં વધુ લાભ લેવા અવરોધ કર્યો હતો.

આજે ઉનાના નાગરિકોને મળેલ વિવિધ વિકાસ કાર્યોમાં 100 ચોરસ વારના 195 મફત પ્લોટ, સ્વામિત્વ યોજના હેઠળ 299 પ્રોપર્ટી કાર્ડ, અંદાજિત રૂ. 25 લાખના ખર્ચે પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તો અંદાજિત રૂ. 7.5 લાખના ખર્ચે આર.ઓ.પ્લાન્ટ નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયત કચેરી દ્વારા લગાવવામાં આવનાર વોટર એ.ટી.એમ. દ્વારા 1 રૂપિયામાં 2 લીટર મિનરલ પાણી નાગરિકોને આપવામાં આવશે.આ કાર્યક્રમમાં ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ હરિભાઈ સોલંકી, પ્રાંત અધિકારી કે.આર. પરમાર, જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સભ્ય, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, સરપંચ તેમજ ઉનાના નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande