પોરબંદરમાં કાર ડિવાઈડર પર ચડી ગઈ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં
પોરબંદર, 15 ફેબ્રુઆરી (હિ.સ.)પોરબંદર શહેરમાં કેટલાક વાહન ચાલકો બેફામ બનીને દોડતા હોવાના કારણે અવારનવાર અકસ્માતની ઘટના બને છે. આવી જ એક ઘટના શુક્રવારની રાત્રીના બની હતી બેફામ બનીને દોડતી કાર ડિવાઇડર પર ચડી ગઈ હતી સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી પોરબંદર
પોરબંદરમાં કાર ડિવાઈડર પર ચડી ગઈ.સદનસીબે કોઈ જાનહાનિ નહીં.


પોરબંદરમાં કાર ડિવાઈડર પર ચડી ગઈ.સદનસીબે કોઈ જાનહાનિ નહીં.


પોરબંદરમાં કાર ડિવાઈડર પર ચડી ગઈ.સદનસીબે કોઈ જાનહાનિ નહીં.


પોરબંદર, 15 ફેબ્રુઆરી (હિ.સ.)પોરબંદર શહેરમાં કેટલાક વાહન ચાલકો બેફામ બનીને દોડતા હોવાના કારણે અવારનવાર અકસ્માતની ઘટના બને છે. આવી જ એક ઘટના શુક્રવારની રાત્રીના બની હતી બેફામ બનીને દોડતી કાર ડિવાઇડર પર ચડી ગઈ હતી સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી પોરબંદરના એસ.ટી થી જુના ફુવારા રોડ પર ડો.જાડેજાની હોસ્પિટલ નજીક શુક્રવારની રાત્રીના એક કાર ડિવાઈડર પર ચડી ગઈ હતી.આ બનાવામા ડ્રાઈવરનો ચમત્કારીક બચાવ થયો હતો આ ઘટનાને પગલે લોકોના ટોળા એકત્રીત થયા હતા તો બીજી તરફ પોલીસ પણ ઘટના સ્થળે દોડીછ આવી હોવાનુ જાણવા મળી રહ્યું છે .રાત્રીનો સમય હોવાના કારણે ટ્રાફિક ઓછો હોવાના કારણે મોટી જાનહાની ટળી હતી પોરબંદર શહેરમા પણ કેટલાક વાહનચાલકો બેફામ બનીને દોડે છે.ત્યારે આવા વાહન ચાલકોને પોલીસ કાયદાનુ ભાન કરાવે તેવી માંગ ઉઠી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande