હારીજ બ્રહ્માકુમારી કેન્દ્ર ખાતે ભવ્ય શિવમહોત્સવનું આયોજન કરવામાં આવ્યું.
પાટણ, 15 ફેબ્રુઆરી (હિ.સ.)હારીજ બ્રહ્માકુમારી સેવા સેન્ટર ખાતે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે શિવબાબાની 90મી જન્મજયંતિ અવસરે વિશેષ શિવમહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભક્તિ અને આધ્યાત્મિક ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ઉજવણીના ભાગર
હારીજ બ્રહ્માકુમારી કેન્દ્ર ખાતે ભવ્ય શિવમહોત્સવ આયોજન કરવામાં આવ્યું.


હારીજ બ્રહ્માકુમારી કેન્દ્ર ખાતે ભવ્ય શિવમહોત્સવ આયોજન કરવામાં આવ્યું.


પાટણ, 15 ફેબ્રુઆરી (હિ.સ.)હારીજ બ્રહ્માકુમારી સેવા સેન્ટર ખાતે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે શિવબાબાની 90મી જન્મજયંતિ અવસરે વિશેષ શિવમહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભક્તિ અને આધ્યાત્મિક ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

ઉજવણીના ભાગરૂપે સેન્ટરના કૈલાસદીદી અને મિતલબેનના હસ્તે હારીજના લગભગ 20 ‘ૐ શાંતિ’ અનુયાયીઓના નિવાસસ્થાને શિવબાબાનો રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો. સાથે સાથે દરજી સોસાયટી અને જલિયાણ સોસાયટીમાં પણ ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત ભાવિકોને શિવ પિતા પરમાત્માનો સત્ય પરિચય આપવામાં આવ્યો અને મહાશિવરાત્રી પર્વના આધ્યાત્મિક રહસ્ય અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર કાર્યક્રમ આધ્યાત્મિક ઉર્જાથી ઓતપ્રોત બની ગયો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande