ચાણસ્મા કોમર્શિયલ બેંકની ચૂંટણીમાં 63.97% મતદાન નોંધાયું
પાટણ, 15 ફેબ્રુઆરી (હિ.સ.) : ચાણસ્મા કોમર્શિયલ બેંકની 15 વર્ષ બાદ યોજાયેલી ચૂંટણી 15 ફેબ્રુઆરીના રોજ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. કુલ 8478 મતદારોમાંથી 5478 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જે 63.97 ટકા મતદાન નોંધાયું હતું. મતદાન સવ
ચાણસ્મા કોમર્શિયલ બેંકની ચૂંટણીમાં 63.97% મતદાન નોંધાયું.


પાટણ, 15 ફેબ્રુઆરી (હિ.સ.) : ચાણસ્મા કોમર્શિયલ બેંકની 15 વર્ષ બાદ યોજાયેલી ચૂંટણી 15 ફેબ્રુઆરીના રોજ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. કુલ 8478 મતદારોમાંથી 5478 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જે 63.97 ટકા મતદાન નોંધાયું હતું.

મતદાન સવારથી જ શરૂ થયું હતું અને મતદારો મોટી સંખ્યામાં મતદાન મથકે ઉમટી પડ્યા હતા. ‘વિકાસ’ અને ‘પરિવર્તન’ નામની બે પેનલના 13-13 મળીને કુલ 26 ઉમેદવારો મેદાનમાં હતા. બંને પેનલ દ્વારા અમદાવાદ અને સુરતમાં રહેતા મતદારોને ખાનગી વાહનો મારફતે મતદાન સ્થળે લાવવામાં આવ્યા હતા.

મતગણતરી તે જ દિવસે સાંજે 6 વાગ્યે હાથ ધરવામાં આવી હતી. હવે નગરજનોમાં બેંકના સંચાલનની કમાન કઈ પેનલ સંભાળશે તેની ઉત્સુકતા જોવા મળી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande