


પોરબંદર, 15 ફેબ્રુઆરી (હિ.સ.)પોરબંદર ખાતે ફાઇનાન્શિયલ લિટરેસી વીક અંતર્ગત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, રીજનલ બિઝનેસ ઓફિસ, પોરબંદર દ્વારા નાણાકીય જાગૃતિ અને સાયબર ફ્રોડ અંગે જનજાગૃતિ લાવવા માટે 13 ફેબ્રુઆરી 2026ના રોજ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રેલી કમલાબાગથી હાર્મોની હોટેલ સુધી યોજાઈ હતી, જેમાં બેંકના અધિકારીઓ અને સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રેલી દરમિયાન જનતાને કેવાયસી પ્રક્રિયા, સેન્ટ્રલ કેવાયસી રજિસ્ટ્રી, એકાઉન્ટ હાઈજીન, ડિજિટલ ફ્રોડથી બચવાના ઉપાયો તેમજ સાયબર સુરક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ અનધિકૃત લેવડદેવડ થાય તો તરત જ 1930 અથવા 1800111109 હેલ્પલાઇન પર સંપર્ક કરવા અંગે પણ માહિતી આપવામાં આવી હતી.
આ પ્રસંગે આસિસ્ટન્ટ જનરલ મેનેજર યશવંત કુમાર સિંહ, ચીફ મેનેજર (DVAS) વિવેક કુમાર, ચીફ મેનેજર (ક્રેડિટ એન્ડ NPA) સુમિત કુમાર, મેનેજર FI બ્રીજેશ કુમાર તથા RSETI મેનેજર રમેશ ચંદ્ર મીના હાજર રહ્યા હતા અને જનજાગૃતિ અભિયાનને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya