પોરબંદરના ખેલાડીઓને સ્ટેટ જુડો ચેમ્પિયનશિપમાં શ્રેષ્ઠ પ્રદર્શન બદલ શુભેચ્છા પાઠવતા કેબિનેટ મંત્રી.
પોરબંદર, 15 ફેબ્રુઆરી (હિ.સ.)ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે ગત તા. 03/02/2026 થી 09/02/2026 દરમિયાન આયોજિત ''ખેલ મહાકુંભ 2025'' રાજ્યકક્ષાની જુડો ચેમ્પિયનશિપમાં પોરબંદર જિલ્લાની DLSS સાંદિપનીના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી વિજેતાપદ હાંસલ કર્યા છે.
પોરબંદરના ખેલાડીઓને સ્ટેટ જુડો ચેમ્પિયનશિપમાં શ્રેષ્ઠ પ્રદર્શન બદલ શુભેચ્છા પાઠવતા કેબિનેટ મંત્રી.


પોરબંદરના ખેલાડીઓને સ્ટેટ જુડો ચેમ્પિયનશિપમાં શ્રેષ્ઠ પ્રદર્શન બદલ શુભેચ્છા પાઠવતા કેબિનેટ મંત્રી.


પોરબંદરના ખેલાડીઓને સ્ટેટ જુડો ચેમ્પિયનશિપમાં શ્રેષ્ઠ પ્રદર્શન બદલ શુભેચ્છા પાઠવતા કેબિનેટ મંત્રી.


પોરબંદર, 15 ફેબ્રુઆરી (હિ.સ.)ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે ગત તા. 03/02/2026 થી 09/02/2026 દરમિયાન આયોજિત 'ખેલ મહાકુંભ 2025' રાજ્યકક્ષાની જુડો ચેમ્પિયનશિપમાં પોરબંદર જિલ્લાની DLSS સાંદિપનીના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી વિજેતાપદ હાંસલ કર્યા છે. રાજ્ય સ્તરે ઝળકેલા આ પ્રતિભાસંપન્ન ખેલાડીઓએ રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના નિવાસસ્થાને જઈ તેમની સૌજન્ય મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દરમિયાન મંત્રીએ ખેલાડીઓને રાજ્ય કક્ષાએ મેળવેલ સિદ્ધિ બદલ બિરદાવ્યા હતા અને પોરબંદર જિલ્લાનું નામ રમતગમત ક્ષેત્રે રોશન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. મંત્રીએ ખેલાડીઓ અને કોચ સાથે સંવાદ સાધી આગામી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં વિજયી બનવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

આ સ્પર્ધામાં સુવર્ણ પદક વિજેતા મકવાણા અસદ, ચોટીયારા મુબીન, સોલંકી રાજ, કોડીયાતર ચના અને મકવાણા રાજવીરને મંત્રીએ શુભેચ્છાઓ પાઠવી હતી. તદુપરાંત, રજત પદક વિજેતા બામણીયા વિજય તથા કાંસ્ય પદક વિજેતા મજગુલ જસમુદ્દીન, ભુરિયા રુષિત, ચૌહાણ મહમદઅલી, તડવી સાહિલ, મોરતરીયા દીપ અને ઓડેદરા દૈવતએ ઉપસ્થિત રહી મંત્રીનું અભિવાદન ઝીલ્યું હતું.ખેલાડીઓની આ ભવ્ય સફળતામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર જુડો કોચ અક્ષય ચૌધરી અને જુડો ટ્રેનર ભરતભાઈ જુન્ગીના પરિશ્રમની પણ મંત્રીએ પ્રશંસા કરી હતી. આ મુલાકાત દરમિયાન જિલ્લા રમતગમત અધિકારી પ્રવિણાબેન પાંડાવદરા અને જિલ્લા રમત વિકાસ અધિકારી નિલેશ જીલડીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સિદ્ધિ દ્વારા પોરબંદરના ખેલાડીઓએ રાજ્ય કક્ષાએ જિલ્લાની ખેલ પ્રતિભાનો પરિચય આપ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande