
પાટણ, 15 ફેબ્રુઆરી (હિ.સ.)પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે શ્રી દૂધેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા ભગવાન ભોળાનાથની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. દર વર્ષની પરંપરા મુજબ ઢોલના નાદ સાથે યોજાયેલી આ યાત્રાએ ગામમાં ભક્તિમય માહોલ સર્જ્યો હતો.
શોભાયાત્રા ગામના વિવિધ વિસ્તારોમાં ફરી હતી, જ્યાં ધર્મપ્રેમી જનતાએ મહાદેવજીનું ઘરે સ્વાગત કરીને પૂજા-અર્ચના અને આરતી કરી આશીર્વાદ મેળવ્યા હતા.
આ પ્રસંગે ટ્રસ્ટી ભાનુભાઈ વ્યાસ, છનાજી દરબાર, ભરતભાઈ રાવલ, ભરત એસ. વ્યાસ, અશ્વિન વ્યાસ, સંજય પટેલ, પંડિત અજીત દવે, રામજી મંદિરના પૂજારી રામદાસ મહારાજ સહિત બાળકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ