વેદ ટાઉનશીપમાં પાલિકાની દબાણ હટાવ ઝુંબેશ, 26 ઓટલા-ઢાળ તોડી પાડ્યા
પાટણ, 18 ફેબ્રુઆરી (હિ.સ.) : પાટણ નગરપાલિકાએ વેદ ટાઉનશીપના પશ્ચિમ ભાગમાં દબાણ હટાવ ઝુંબેશ અંતર્ગત મોટી કાર્યવાહી હાથ ધરી છે. રસ્તાની ખુલ્લી જમીન પર ઓટલા અને ઢાળ બનાવી દબાણ કરનાર આશરે 26 મકાનધારકોને અગાઉ 6 ફેબ્રુઆરી, 2026ના રોજ કાયદેસરની નોટિસ ફટકાર
વેદ ટાઉનશીપમાં પાલિકાની દબાણ હટાવ ઝુંબેશ, 26 ઓટલા-ઢાળ તોડી પાડ્યા


પાટણ, 18 ફેબ્રુઆરી (હિ.સ.) : પાટણ નગરપાલિકાએ વેદ ટાઉનશીપના પશ્ચિમ ભાગમાં દબાણ હટાવ ઝુંબેશ અંતર્ગત મોટી કાર્યવાહી હાથ ધરી છે. રસ્તાની ખુલ્લી જમીન પર ઓટલા અને ઢાળ બનાવી દબાણ કરનાર આશરે 26 મકાનધારકોને અગાઉ 6 ફેબ્રુઆરી, 2026ના રોજ કાયદેસરની નોટિસ ફટકારી 7 દિવસમાં સ્વખર્ચે દબાણ દૂર કરવા જણાવ્યું હતું.

નોટિસની સમયમર્યાદા પૂર્ણ થવા છતાં દબાણો દૂર ન થતાં પાલિકાની ટીમ આજે સ્થળ પર પહોંચી હતી. જેસીબી મશીન વડે રસ્તા પર નડતરરૂપ બનેલા ઓટલા અને ઢાળ તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતી સાવચેતી રાખવામાં આવી રહી છે. પાલિકાની આ કડક કામગીરીથી શહેરના અન્ય વિસ્તારોમાં દબાણ કરનાર તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande