
સુરત, 18 ફેબ્રુઆરી (હિ.સ.) પ્રાકૃતિક કૃષિ અભિયાન અંતર્ગત બારડોલી તાલુકાના અકોટી ખાતે રાજ્ય પ્રાકૃતિક વિકાસ બોર્ડ દ્વારા સુરત જિલ્લાનાં તમામ કૃષિ સખી અને CRP માટે તાલીમ યોજાઈ હતી. તાલીમ દરમિયાન તેઓને ખેડૂતોને પારંપરિક ખેતીથી થતાં લાભોથી અવગત કરવા અને પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રોત્સાહન આપવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ આ તાલીમમાં પ્રગતિશીલ ખેડૂતોએ ભાગ લઇ પોતાના અનુભવો વિષે જણાવી એમ કરવા અન્ય ખેડૂતોને પ્રેરણા આપી હતી.
આ તાલીમમાં માસ્ટર ટ્રેનર જયેશભાઈ, DPM શિવાંગભાઈ, TPM રુચીબેન, AA શ્રેયાબેન સહિત મોટી સંખ્યામાં ખેડૂતો અને તાલીમાર્થી હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે