પારડીની એન.કે. દેસાઈ કૉલેજ ખાતે 'માતૃભાષા મહોત્સવ 2026' અંતર્ગત વ્યાખ્યાન કાર્યક્રમ સંપન્ન
વલસાડ, 18 ફેબ્રુઆરી (હિ.સ.): ‘વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી (ગાંધીનગર), નિર્મલાબેન કિશોરભાઈ દેસાઈ (એન.કે. દેસાઈ) સાયન્સ એન્ડ કોમર્સ કૉલેજ, તન્મય ચેરિટેબલ ટ્રસ્ટ તથા આર્ય સંસ્કારધામના સંયુક્ત ઉપક્રમે પારડી એજ્યુકેશન સોસાયટી કોલે
Valsad


વલસાડ, 18 ફેબ્રુઆરી (હિ.સ.): ‘વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી (ગાંધીનગર), નિર્મલાબેન કિશોરભાઈ દેસાઈ (એન.કે. દેસાઈ) સાયન્સ એન્ડ કોમર્સ કૉલેજ, તન્મય ચેરિટેબલ ટ્રસ્ટ તથા આર્ય સંસ્કારધામના સંયુક્ત ઉપક્રમે પારડી એજ્યુકેશન સોસાયટી કોલેજ કેમ્પસ ખાતે માતૃભાષા સપ્તાહ અંતર્ગત માતૃભાષા મહોત્સવ 2026 નું આયોજન કરવામાં આવ્યું હતું.

મળી માતૃભાષા મને ગુજરાતી - આવો કરીએ માતૃભાષાનું મહિમાગાન ના ઉમદા ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડૉ. ભાગ્યેશ જહાની વિશેષ પ્રેરણા રહી હતી.

આ કાર્યક્રમના મુખ્ય આકર્ષણ સમાન વિશેષ વ્યાખ્યાનમાં આમંત્રિત વક્તાઓ ડૉ. જય વશી અને સુનિલ પટેલ અને ચેતનાબેન પટેલ દ્વારા માતૃભાષા અને જીવનમૂલ્યો પર પોતાના સચોટ અને પ્રેરણાદાયક મંતવ્યો રજૂ કરવામાં આવ્યા હતા. બંને વક્તાઓએ માતૃભાષાનું મહત્વ સમજાવીને પોતાના વક્તવ્યથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આ જ્ઞાનવર્ધક વ્યાખ્યાનમાં કોલેજના 100 જેટલા વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહભેર ભાગ લીધો હતો અને માતૃભાષાના સંવર્ધન વિશે વિસ્તૃત જાણકારી મેળવી હતી.

સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સુચારું સંચાલન સુ. ઋતાંશી પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે કાર્યક્રમના સંયોજક તરીકે નીરવ સુરતીએ વિશેષ જહેમત ઉઠાવી હતી. કૉલેજના I/C આચાર્ય ડૉ. તપનસિંહ પરમાર અને ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવના નિમંત્રણ થકી આ કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પડ્યો હતો.

કાર્યક્રમના અંતિમ ચરણમાં, કોલેજના કેમ્પસ ડાયરેક્ટર ડૉ. દીપેશ શાહ અને ધી પારડી એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ હેમંતભાઈ દેસાઈ દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો, વક્તાઓ અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરી સૌને ઉષ્માભેર અભિવાદન પાઠવવામાં આવ્યા હતા. માતૃભાષાના ગૌરવને વધારતો આ કાર્યક્રમ સૌ માટે એક યાદગાર અને પ્રેરણાદાયી પ્રસંગ બની રહ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande