વલસાડ જિલ્લામાં 15 થી 29 વર્ષના યુવક-યુવતીઓ માટે “યુથ એસેમ્બલી કાર્યક્રમ – 2025-26”નું આયોજન
વલસાડ, 18 ફેબ્રુઆરી (હિ.સ.): કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, વલસાડ દ્વારા વર્ષ 2025-26 દરમિયાન 15 થી 29 વર્ષના યુવક-યુવતીઓ માટે “યુથ એસેમ્બલી કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવનાર
વલસાડ જિલ્લામાં 15 થી 29 વર્ષના યુવક-યુવતીઓ માટે “યુથ એસેમ્બલી કાર્યક્રમ – 2025-26”નું આયોજન


વલસાડ, 18 ફેબ્રુઆરી (હિ.સ.): કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, વલસાડ દ્વારા વર્ષ 2025-26 દરમિયાન 15 થી 29 વર્ષના યુવક-યુવતીઓ માટે “યુથ એસેમ્બલી કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવનાર છે.

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકશાહી શાસન વ્યવસ્થાના મૂલ્યો યુવા વર્ગમાં વિકસે, મતદાનનું મહત્વ સમજાય તેમજ ચૂંટણી પ્રક્રિયા અંગે જરૂરી માહિતી પ્રાપ્ત થાય તે છે. યુવાનોમાં રાષ્ટ્ર નિર્માણ અને લોકતંત્ર પ્રત્યે જાગૃતિ વધે તે માટે ગુજરાત રાજ્યના 182 વિધાનસભા મત વિસ્તારોમાં આ કાર્યક્રમ યોજવામાં આવશે.

વલસાડ જિલ્લામાં યોજાનાર આ સ્પર્ધાત્મક કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છુક 15 થી 29 વર્ષના યુવક-યુવતીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. ઇચ્છુક ઉમેદવારો પોતાની અરજી રૂબરૂમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, 106 જૂની ટેલીફોન એક્સચેન્જ ઓફિસ, પહેલો માળ, પોસ્ટ ઓફિસની પાછળ, હાલર રોડ, વલસાડ–396001 ખાતે તા. 26/02/2026 સુધીમાં જમા કરાવવાની રહેશે.

જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દ્વારા વધુમાં વધુ યુવાનોને આ કાર્યક્રમમાં જોડાવા અનુરોધ કરવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande