
સુરત,18 ફેબ્રુઆરી (હિ.સ.) માર્ગ સલામતી અને ટ્રાફિકના નિયમો પ્રત્યે જનજાગૃતિ લાવવાના ઉમદા હેતુ સાથે સુરત જિલ્લાના માંડવીમાં 19મીએ સાંસદ પ્રભુ વસાવા ‘ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ’નો શુભારંભ કરાવશે, જેના ભાગરૂપે તા.19મીએ સવારે 10:30 વાગ્યે પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી (RTO), તાપીવન ગ્રામ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ અને ટ્રાફિક પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે માંડવીની વી કેર નર્સિંગ કોલેજમાં એક વિશેષ ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ યોજાશે, જેમાં ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિ પણ વિશેષ ઉપસ્થિત રહેશે.
આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય વાહન ચાલકો અને ખાસ કરીને યુવા વર્ગમાં ટ્રાફિકના નિયમો પ્રત્યે જાગૃતિ વધારવાનો છે. આ કાર્યક્રમમાં જિ.પં.સભ્ય રોહિત પટેલ, અગ્રણી જગદીશ પારેખ, સુરત જિલ્લા ટ્રાફિક શાખાના આઈ.એ. સિસોદિયા અને માંડવી પી.આઈ. સી.બી. ચૌહાણ, તાપીવન ગ્રામ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટના સેક્રેટરી મિહિર પી. વસાવા, RTO બારડોલીના મોટર વાહન નિરીક્ષક ચિરાગ દલવાડી સહિતના મહાનુભાવો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે