પાટણ તાલુકાના બાલીસણા ગામે ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતો યુવાન ઝડપાયો
પાટણ, 18 ફેબ્રુઆરી (હિ.સ.) : પાટણ તાલુકાના બાલીસણા ગામે હાઇવે પરથી પાટણ એલસીબીએ મોડી રાત્રે એક યુવાનને ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતા ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલ યુવાન ઊંઝાનો ગૌરવકુમાર નટવરલાલ પટેલ હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેની પાસેથી રૂ. 15,000નો મો
પાટણ તાલુકાના બાલીસણા ગામે ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતો યુવાન ઝડપાયો


પાટણ, 18 ફેબ્રુઆરી (હિ.સ.) : પાટણ તાલુકાના બાલીસણા ગામે હાઇવે પરથી પાટણ એલસીબીએ મોડી રાત્રે એક યુવાનને ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતા ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલ યુવાન ઊંઝાનો ગૌરવકુમાર નટવરલાલ પટેલ હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેની પાસેથી રૂ. 15,000નો મોબાઈલ ફોન અને રૂ. 3 લાખની વર્ના કાર જપ્ત કરી છે.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ગૌરવ હાલ ચાલી રહેલી ICC T20 વર્લ્ડ કપની મેચો પર ઓનલાઈન સટ્ટો રમી રહ્યો હતો. તેના મોબાઈલમાં શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચનો સ્કોર જોવા મળ્યો હતો તેમજ હિસ્ટ્રીમાં રૂ. 74 લાખ પોઈન્ટનું ક્રેડિટ બેલેન્સ દર્શાતું હતું.

પોલીસ તપાસમાં ખુલ્યું કે ગૌરવે રૂ. 1 લાખ ચૂકવી ઓનલાઈન માસ્ટર આઈડી મેળવી હતી. યશ બેંકની ઊંઝા શાખાના ખાતામાંથી ગુગલ પે મારફતે રકમ ટ્રાન્સફર કરી આ આઈડી મેળવવામાં આવી હતી. ગૌરવે જણાવ્યું કે રૂ. 1 લાખની ક્રેડિટ પર એક કરોડ પોઈન્ટ મળે છે અને હાર-જીત મુજબ બેલેન્સ બદલાય છે.

આ માસ્ટર આઈડી દ્વારા ગૌરવ અન્ય લોકોને પણ સટ્ટો રમવા માટે આઈડી આપતો હતો અને કમિશન મેળવતો હતો. પોલીસે પૂછપરછમાં આનંદ પટેલ, જૈમીન પટેલ, અનિલકાકા, અંકિત પટેલ અને એવિલ નામના વ્યક્તિઓને આઈડી આપ્યાની કબૂલાત મળી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande