છેતરપીંડી આચરનાર ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાયૅવાહી કરતી ગીર સોમનાથ પોલીસ
ગીર સોમનાથ, 3 ફેબ્રુઆરી (હિ.સ.) : જુનાગઢ રેન્જ આઇ.જી.પી.શ્રી તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા દ્રારા અભ્યાસ કરતા આશાપદ વિધાર્થીઓ સાથે અમુક ઇસમો દેશમા અલગ-અલગ જગ્યાએ એડીમીશન આપવાના બહાને અસલ ડોક્યુમેન્ટ તથા રૂપીયા પડાવી લઇ પૈસા કે અસલ
છેતરપીંડી આચરનાર ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાયૅવાહી


ગીર સોમનાથ, 3 ફેબ્રુઆરી (હિ.સ.) : જુનાગઢ રેન્જ આઇ.જી.પી.શ્રી તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા દ્રારા અભ્યાસ કરતા આશાપદ વિધાર્થીઓ સાથે અમુક ઇસમો દેશમા અલગ-અલગ જગ્યાએ એડીમીશન આપવાના બહાને અસલ ડોક્યુમેન્ટ તથા રૂપીયા પડાવી લઇ પૈસા કે અસલ ડોક્યુમેન્ટ પરત નહી કરી વિધ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા કરી છેતરપીંડી આચરનાર લેભાગુ ઇસમો સામે તાત્કાલીક કાયદેસર કાર્યવાહી કરવા સુચના કરેલ હોય, જે અન્વયે પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાની સુચના તથા માર્ગદર્શન મુજબ વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના પી.આઈ જે.એન.ગઢવી તથા પો.સ.ઇ. આર.આર.રાયજાદા રાહબરી હેઠળ ડી-સ્ટાફ વેરાવળ સીટી પો.સ્ટે. દ્રારા વેરાવળ સીટી પો.સ્ટે. ગુ.ર.ન.૧૧૧૮૬૦૦૯૨૬૦૦૮૩/૨૦૨૬ બી.એન.એસ. કલમ-૩૧૬(૨)ના કામે નીચે જણાવેલ આરોપી દ્રારા ફરીયાદી ભાવિકભાઇ વિનોદભાઇ બોરખતરીયા તથા આશરે ૬૦ થી ૭૦ જેટલા સાહેદ આશાસ્પદ વિધાર્થીઓ સાથે પુરો વિશ્વાસ અને ભરોસો આપી બેંગ્લોર કર્ણાટક ખાતે નર્સિંગમા જી.એન.એમ. કોર્સમા એડીમીશન આપવાનુ કહી અસલ ડોક્યુમેનન્ટ લઇ આજદિન સુધી પૈસા કે અસલ ડોક્યુમેન્ટ તથા નર્સિંગમા જી.એન.એમ. કોર્સમા પરીક્ષા અપાવેલ નહી જે બાબતે વિ.વારનો ગુનો રજી.કરી સદર ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ જયસુખગીરી જસમતગીરી આરોપીને તાત્કાલીક પકડી ધોરણસરની કાયૅવાહી કરી નામદાર કોર્ટમાથી રીમાન્ડ મેળવી છેતરપીંડી નો ભોગ બનનાર વિધાથીઓની માહીતી એકત્ર કરી વિધાથીઓ ડોક્યુમેન્ટ રીકવર કરવા તપાસ-તજવીજ કરેલ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande