મુંબઈ બાંદ્રા કુર્લા કોમ્પલેક્ષ જિયો વર્લ્ડ ખાતે એલ આઈ.એફ.બી.નો એક્સપો યોજાયો
ગીર સોમનાથ 3 ફેબ્રુઆરી (હિ.સ.) : વિશ્વમાં વસતા લોહાણા સમાજની માતૃસંસ્થા લોહાણા મહાપરિષદ ના ઉપક્રમે મુંબઈ બાંદ્રા કુર્લા જીઓ વર્લ્ડ કન્વર્ઝન સેન્ટ્રલ ખાતે એલ આઈ એફ બી એક્સપો તારીખ 29 જાન્યુઆરી થી 1 ફેબ્રુઆરી 2026 યોજાયો. જેમાં અંદાજિત 35 દેશના ડેલિક
મુંબઈ બાંદ્રા કુર્લા કોમ્પલેક્ષ જિયો વર્લ્ડ ખાતે એલ આઈ.એફ.બી.નો એક્સપો યોજાયો


ગીર સોમનાથ 3 ફેબ્રુઆરી (હિ.સ.) : વિશ્વમાં વસતા લોહાણા સમાજની માતૃસંસ્થા લોહાણા મહાપરિષદ ના ઉપક્રમે મુંબઈ બાંદ્રા કુર્લા જીઓ વર્લ્ડ કન્વર્ઝન સેન્ટ્રલ ખાતે એલ આઈ એફ બી એક્સપો તારીખ 29 જાન્યુઆરી થી 1 ફેબ્રુઆરી 2026 યોજાયો. જેમાં અંદાજિત 35 દેશના ડેલિકેટો પધાર્યા હતા તેમજ લોહાણા સમાજ ઉપરાંત દરેક સમાજના સાચકો બિઝનેસ રસિકો સાહસિકો સ્ટાર્ટઅપ ના અંદાજિત રોજ 35,000 જેટલા લોકો રોજ મુલાકાતે પધારતા હતા.

મહાપરિષદના પ્રમુખ સતીશ વિટલાણીએ જણાવેલ કે અમોએ સૌપ્રથમ યુગાન્ડા ત્યાર બાદ ગાંધીનગર અને ગયા વર્ષે દુબઈ અને આ વખતે મુંબઈ એક્સપો નું આયોજન કરેલ અમારો મુખ્ય ઉદ્દેશ એ છે કે આવો મળીએ સંબંધો વિકસાવીએ અને બિઝનેસ વધારવા આગળ આવીએ.

આ અભિગમને દેશ-વિદેશ સહિત દરેક રાજ્યો ઉપરાંત અમદાવાદ, રાજકોટ જુનાગઢ,વેરાવળ તાલાળા ઉના, કોડીનાર, કેશોદ મહાજન ના હોદેદારોએ મુલાકાત લઈ એક્સપોને સફળતા સુધી પહોંચાડ્યો છે.

આ એક્સ્પો ની ખાસ વાત એ હતી 248 સ્ટોલ ધારકો માં મેન્યુફેક્ચર, ડેવલોપર્સ, ઇનોવેશન,ઈમ્પોર્ટ એક્સપોર્ટ આઈ ટી ફિલ્ડ તેમજ એજ્યુકેશન ફિલ્ડ, ઈ સ્કૂટર ઈ કાર, ફૂડ ઝોન ઉપરાંત રાજ્યભરની સમાજની મહિલાઓને ગૃહ ઉદ્યોગ આઈટમ તેમજ સમાજમાં સગપણની સમસ્યાને સરળ બનાવવા સેવા સંસ્થાઓને નિશુલ્ક સ્ટોલ આપવામાં આવેલ તદુપરાંત બેંગ્લોરની ડિમ્પલ કારિયા દ્વારા લોહાણા સમાજના ઈતિહાસને ઉજાગર કરવા રિચર્સ ઓફ લોહાણા કોમ્યુનિટી નો સ્ટોલ પણ આકર્ષણનું કેન્દ્ર બનેલ તમામ સ્ટોલ પર ઇન્ટરનેશનલ ડેલિકેટર ગ્રુપ સાથે મુલાકાત કરી એવોર્ડ અર્પણ કરવા ખુદ સતિષભાઈ વિઠલાણી રૂબરૂ પહોંચ્યા હતા.

LIFB આક્ષેપો ના ત્રણ દિવસના સફળ આયોજન ઉપરાંત લોહાણા મહાપરિષદની મધ્યસ્થ સમિતિ ની મહા સભાની બેઠક આ જ સંકુલમાં સાથે રાખેલ હતી જેમાં 2026 થી 2031 સુધી સર્વનું મતે સતિષભાઈ વિઠલાણીને પ્રમુખ પદે નિયુક્ત કરાયા હતા તેમજ વિવિધ મુદ્દાઓ પર સમિતિના સભ્યો દ્વારા બહાલી તેમજ ફાઇનાન્સ ફંડ સહિતના મુદ્દાઓ પર સર્વમતે નિર્ણય લેવાયા હતા ઉપરાંત વિવિધ કેટેગરીના નોમિનેશન થયેલ તજજ્ઞોને બીરદાવા એવોર્ડ વિતરણ કરવામાં આવેલ જેમાં હાલ જ ઓસ્ટ્રેલિયાથી ટેબલ ટેનિસમાં મહારત પામી અને સમગ્ર દેશનું નામ રોશન કરનાર જુનાગઢ ની જેન્સી કાનાબારને સાહસિક એવોર્ડ અર્પણ કરાયો તેમજ ઝોન ઉપરાંત ઇન્ટરનેશનલ ઝોન સહિતના લોકોને બિરદાવ્યા હતા તેમજ સમગ્ર ત્રણ દિવસમાં વિવિધ પ્રકારની કન્વર્ઝન મીટીંગ નું આયોજન કરેલ હતું જેમાં, વેપાર, ઉદ્યોગ, મેન્યુફેક્ચર્સ, એફ એમ સી જી, આઈ ટી ફિલ્ડ, આર્કિટેકસ, બેન્કર્સ, એન્જિનિયર્સ, ડોક્ટર્સ, પ્રેસ મીડિયા, મહિલા ઉદ્યોગ અને સાહસિક, સગપણ સમસ્યા સહિતના ફિલ્ડના તજજ્ઞો દ્વારા કન્વર્ઝન થકી સમાજમાં જાગૃતિ લાવવા અને સમાજને એક થવા સફળ પ્રયાસ રહ્યો હતો.

એક્સપોની મુલાકાતે વિવિધ કંપનીના સ્થાપકો સી ઈ ઓ તેમજ રાજકીય, શૈક્ષણિક, ફાઈનાન્સ , રિયલ એસ્ટેટ ડેવલોપર્સ આઈ ટી ફિલ્ડ, આર્કિટેકસ બેન્કર્સ એન્જિનિયર્સ ડોક્ટર્સ અને ભારત ભરના લોહાણા મહાજનના પ્રમુખ, હોદ્દેદારો સહિત મધ્યસ્થ મહા સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે મહાપરિષદના પ્રમુખ સતીશ વિઠલાણી, મહિલા વિંગના પ્રમુખ રશ્મિબેન વિઠલાણી ના અથાંગ પ્રયાસથી સમાજને એક છત નીચે લાવવાનો સફળ પ્રયાસ દેશ તથા વિદેશના ઉદ્યોગપતિઓએ પણ આ એક્સપો ની સફળતાને બિરદાવ્યો હતો.

એક્સપોને સફળ બનાવવા મહાપરિષદની સંપૂર્ણ ટીમ, દેશ વિદેશના ઝોનલ પ્રેસિડેન્ટ, રિજનલ પ્રેસિડેન્ટ, સહિત વડાલા, કાનબાઈ હોસ્ટેલના વોલન્ટેર્સ સ્ટુડન્ટ દ્વારા છેલ્લા ઘણા સમયથી જહેમત ઉઠાવેલ હોવાનું અનિષ રાચ્છ એ જણાવ્યું હતું

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande