
પાટણ, 11 માર્ચ (હિ.સ.)પાટણ LCBએ સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશન કેસના વોન્ટેડ આરોપી હેમારામ મગનારામ પુનીયા (જાતી - જાટ), ઉમર 23, રહે. બટાડુ ગોમતેશ્વર હરખાલી, બટાડુ, રાજસ્થાનના બાયતુમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી લાંબા સમયથી વોરંટના આધારે ફરાર હતો.
પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસની મદદથી તપાસ શરૂ કરી હતી. ચોક્કસ બાતમી પર સિદ્ધપુર કેસના સંડોવાયેલ આરોપી હેમારામ મગનારામ પુનીયા ના રહેઠાણ બાયતુ, રાજસ્થાન વિશે જાણકારી મળી, જેના આધારે LCB ટીમે બાતમીના સ્થળ પર પહોંચી તેનો પત્તો લાગ્યો અને તેને ઝડપી લીધો.
આરોપી સામે સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો અને ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 336(3) અને 340(2) હેઠળ ગુનો નોંધાયો છે. તે BNS કલમ 35(1)(જે) હેઠળ અટકાવવામાં આવ્યો છે અને હવે કાયદેસરની કાર્યવાહી માટે સિદ્ધપુર પોલીસને સોંપવાનો પ્રયાસ કરી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ