રાંધણ ગેસ સિલિન્ડર માટેની બુકિંગ સમસ્યા: ગ્રાહકોને ભોગવવી પડી હાલાકી
પાટણ, 11 માર્ચ (હિ.સ.)રાધનપુર શહેરમાં ગેસ સિલિન્ડર માટેની બુકિંગ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે, જેના કારણે ગ્રાહકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા બે દિવસથી, ફોન દ્વારા ગેસ બુકિંગ કાર્યરત નથી. ગ્રાહકો દ્વારા અનેકવાર કોલ કરવામાં આવ્યા હોવ
રાંધણ ગેસ સિલિન્ડર માટેની બુકિંગ સમસ્યા: ગ્રાહકોને ભોગવવી પડી હાલાકી


પાટણ, 11 માર્ચ (હિ.સ.)રાધનપુર શહેરમાં ગેસ સિલિન્ડર માટેની બુકિંગ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે, જેના કારણે ગ્રાહકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા બે દિવસથી, ફોન દ્વારા ગેસ બુકિંગ કાર્યરત નથી. ગ્રાહકો દ્વારા અનેકવાર કોલ કરવામાં આવ્યા હોવા છતાં, બુકિંગ થઇ શકતું નથી.

આ સમસ્યાના પરિણામે, લોકો સીધા એજન્સી પર પહોંચી રહ્યા છે, જેના કારણે સવારથીજ લાંબી કતારો જોવા મળી રહી છે. વૃદ્ધો, મહિલાઓ અને નોકરિયાત વર્ગના લોકો પણ કલાકો સુધી લાઈનમાં ઊભા રહીને ગેસ સિલિન્ડર મેળવવા માટે મજબૂર છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે ગેસ જેવી આવશ્યક સેવાઓમાં આવી ગેરવ્યવસ્થા અસ્વીકાર્ય છે. લોકો માટે ગેસ બુકિંગની પ્રક્રિયા સરળ અને સુલભ હોવી જોઈએ.

ગ્રાહકોના આક્ષેપ અનુસાર, એજન્સી દ્વારા સર્વર ડાઉન છે એવી જવાબદારી આપવામાં આવે છે, પરંતુ સમસ્યાનો કોઈ સ્થાયી ઉકેલ લાવવામાં આવતો નથી. આ માટે લોકોમાં નારાજગી વધી રહી છે.

આ વચ્ચે, નૈમિષ ગેસ એજન્સી દ્વારા આ સૂચના આપવામાં આવી છે કે, નિયમ અનુસાર, છેલ્લા રિફિલ ડિલિવરી લીધા પછી 25 દિવસ પછી જ નવું બિલ બનશે. જો બિલ ન બનતું હોય તો, નવા નિયમ મુજબ જ રિફિલ મળશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande