અમદાવાદ સોલામાં કીઆ કાર સર્વિસ સ્ટેશનની સામે ખુલ્લા પાર્ટી પ્લોટમાં છ કાર બળીને ખાખ
અમદાવાદ, 11 માર્ચ (હિ.સ) : ગુજરાતમાં ઉનાળાના પ્રારંભે જ કાળઝાળ ગરમીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેમાં માર્ચ મહિનાના શરૂઆતના 10 દિવસમાં જ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચતા છેલ્લા ત્રણ વર્ષના તમામ રેકોર્ડ તૂટી ગયા છે. આજે અમદાવાદ શહેરના સોલા ગ
અમદાવાદ સોલામાં કીઆ કાર સર્વિસ સ્ટેશનની સામે ખુલ્લા પાર્ટી પ્લોટમાં છ કાર બળીને ખાખ


અમદાવાદ, 11 માર્ચ (હિ.સ) : ગુજરાતમાં ઉનાળાના પ્રારંભે જ કાળઝાળ ગરમીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેમાં માર્ચ મહિનાના શરૂઆતના 10 દિવસમાં જ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચતા છેલ્લા ત્રણ વર્ષના તમામ રેકોર્ડ તૂટી ગયા છે.

આજે અમદાવાદ શહેરના સોલા ગામમાં મંગલમૂર્તિ પાસે ખુલ્લા પાર્ટી પ્લોટમાં છ કાર બળીને ખાખથઈ ગઈ. ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યોખુલ્લા પ્લોટમાં પડેલ ગાડીઓમાં આગ લાગવાનો મેસેજ ફાયર વિભાગને મળ્યો હતો. ફાયર વિભાગની વોટર ટેન્ક સહિતની કુલ 6 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

સોલામાં આવેલા કીઆ ગાડીના સર્વિસ સ્ટેશનની આ ગાડીઓ હતી જે તેની સામે આવેલા ખુલ્લા પ્લોટમાં મૂકવામાં આવી હતી. ફાયર વિભાગના પ્રાથમિક અનુમાન અનુસાર ખુલ્લા પ્લોટમાં કચરામાં આગ લાગતા, ત્યાં પાર્ક કરેલી ગાડીઓ આગના લપેટામાં આવી ગઈ હતી.

આ ઘટનામાં કુલ 6 ગાડીઓ બળીને ખાખ થઈ ગઇ હતી. જ્યારે 5થી 6 જેટલી ગાડીઓને નુકશાન થયું હતું. ફાયર વિભાગને બપોરે 1.26 કલાકે સોલામાં આવેલ મંગલમૂર્તિ પાસે આવેલા ખુલ્લા પાર્ટી પ્લોટમાં આગ લાગ્યાનો મેસેજ મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઉનાળાની શરૂઆતમાં જ અમદાવાદ શહેરમાં તાપમાન 40 ડિગ્રીની ઉપર પહોંચ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande