અમદાવાદના પાલડીમાં ફાલ્કન ટ્રાવેલ્સ'ની કંપનીમાં મૂકેલા પાર્સલમાં થયો ભેદી બ્લાસ્ટ, સ્થાનિકોમાં ફફડાટ
- સિલિકોન સ્પ્રેની બોટલોમાં બ્લાસ્ટ થતા અફરાતફરી અમદાવાદ, 11 માર્ચ (હિ.સ) ગુજરાતમાં છેલ્લા થોડા મહિનાઓથી શાળા, કોર્ટ, પોસ્ટ ઓફિસની કચેરીઓમાં બ્લાસ્ટ થવાના ધમકીભર્યા ઈમેલ મળી રહ્યા છે ત્યારે અમદાવાદમાં ખરેખર એક ભેદી ધડાકો થયો છે. અમદાવાદના પાલડી
અમદાવાદના પાલડીમાં ફાલ્કન ટ્રાવેલ્સ'ની કંપનીમાં મૂકેલા પાર્સલમાં થયો ભેદી બ્લાસ્ટ, સ્થાનિકોમાં ફફડાટ


- સિલિકોન સ્પ્રેની બોટલોમાં બ્લાસ્ટ થતા અફરાતફરી

અમદાવાદ, 11 માર્ચ (હિ.સ) ગુજરાતમાં છેલ્લા થોડા મહિનાઓથી શાળા, કોર્ટ, પોસ્ટ ઓફિસની કચેરીઓમાં બ્લાસ્ટ થવાના ધમકીભર્યા ઈમેલ મળી રહ્યા છે ત્યારે અમદાવાદમાં ખરેખર એક ભેદી ધડાકો થયો છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી ફાલ્કન ટ્રાવેલ્સ'ની ઓફિસમાં આવેલા એક પાર્સલમાં ભેદી ધડાકો થયો છે. જોકે, આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. હાલ પોલીસ અને ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી રહી છે.

અમદાવાદ શહેરના વ્યસ્ત ગણાતા પાલડી વિસ્તારમાં આજે બપોરના સમયે 'ફાલ્કન ટ્રાવેલ્સ'ની કાર્ગો ઓફિસમાં એકાએક જોરદાર ધડાકો થતાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. આ બ્લાસ્ટની તીવ્રતા એટલી વધારે હતી કે ઓફિસના બોર્ડ અને આસપાસના સાધનોને નુકસાન પહોંચ્યું હતું. જોકે, પોલીસની પ્રાથમિક તપાસમાં આ ધડાકો પાર્સલમાં રહેલા સિલિકોન સ્પ્રેની બોટલોમાં થયો હતો.

ઘટનાની ગંભીરતા જોતા ઝોન 7ના ડીસીપી,એસીપી અને પીઆઇ સહિતની ટીમો તાત્કાલિક પાલડી પહોંચી હતી.

ફાયર બ્રિગેડની ટીમ પણ સાવચેતીના ભાગરૂપે બોલાવી લેવામાં આવી હતી. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા ઓફિસમાં રહેલા અન્ય તમામ પાર્સલનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેથી ખાતરી કરી શકાય કે અન્ય કોઈ જોખમી વસ્તુ ત્યાં હાજર નથી.

પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ પાર્સલ ક્યાંથી આવ્યા હતા અને કોને મોકલવાના હતા. જો કે, આ મામલે ફાલ્કન કાર્ગોની બેદરકારી જણાશે, તો પોલીસ દ્વારા તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં પોલીસે પાર્સલ મોકલનાર અને મેળવનારની વિગતો મંગાવીને વધુ તપાસ તેજ કરી છે. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande