
પાટણ, 14 માર્ચ (હિ.સ.)સિદ્ધપુરના ગંજ બજાર વિસ્તારમાં દુકાન બહાર રાખેલા કરિયાણાના સામાનની ચોરીની ઘટના સામે આવી છે. વાઘરોલ અહમદીપુરા વિસ્તારમાં રહેતા વેપારી આબિદહુસેન હબીબભાઈની દુકાન પાસે 11 માર્ચ 2026ના સાંજે 7 વાગ્યાથી 12 માર્ચ સવારે 9 વાગ્યા દરમિયાન અજાણ્યા ચોરે સામાન ચોરી લીધો હતો.
ચોરી થયેલા સામાનમાં અંદાજે 30 કિલો મગની ફોતરાવાળી દાળ (₹3000), 26 કિલો ચોખાનું કટું (₹2080), 30 કિલો ચોખાનું બીજું કટું (₹2400) અને 50 કિલો ખાંડ ભરેલું કટું (₹2250) સામેલ છે. કુલ મળીને લગભગ ₹7730ના કરિયાણાનો સામાન ચોરાયો હોવાનું જણાવાયું છે.
આ અંગે વેપારીએ સિદ્ધપુર પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ બી.એન.એસ કલમ 303(2) હેઠળ ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા કેસની તપાસ એ.એસ.આઈ વિપુલકુમાર ખોડાભાઈ અને પી.એસ.આઈ પી.કે. પરમાર કરી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ