હારીજ APMCમાં રૂ.3 કરોડના નવા ભવનનું ભૂમિપૂજન
પાટણ, 14 માર્ચ (હિ.સ.)હારીજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) ખાતે અંદાજિત રૂ.3 કરોડના ખર્ચે ત્રણ માળનું આધુનિક સુવિધાઓથી સજ્જ નવું ભવન બનાવવાનું છે. જૂનું મકાન જર્જરિત થઈ જતાં તેની બાજુમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે ભૂમિપૂજન કરવામાં આવ્યું. નવા ભવનમાં
હારીજ APMCમાં રૂ.3 કરોડના નવા ભવનનું ભૂમિપૂજન


હારીજ APMCમાં રૂ.3 કરોડના નવા ભવનનું ભૂમિપૂજન


પાટણ, 14 માર્ચ (હિ.સ.)હારીજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) ખાતે અંદાજિત રૂ.3 કરોડના ખર્ચે ત્રણ માળનું આધુનિક સુવિધાઓથી સજ્જ નવું ભવન બનાવવાનું છે. જૂનું મકાન જર્જરિત થઈ જતાં તેની બાજુમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે ભૂમિપૂજન કરવામાં આવ્યું. નવા ભવનમાં ખેડૂતો માટે ટ્રેનિંગ હોલ અને આરામ ગૃહ જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે.

આ પ્રસંગે પાટણના સાંસદ ભરતસિંહ ડાભી, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ, પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર, દશરથજી ઠાકોર અને યાર્ડના ચેરમેન વાઘજીભાઈ ચૌધરી સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા.

કાર્યક્રમનું સંચાલન પી.આઈ. ઠક્કરે કર્યું હતું.

કાર્યક્રમ દરમિયાન સાંસદ ભરતસિંહ ડાભીએ હારીજ નગરના વિકાસ માટે રૂ.5 લાખ આપવાની જાહેરાત કરી હતી. ઉપરાંત રૂ.50 લાખના ખર્ચે ઓક્શન શેડ-2 અને અંદાજિત રૂ.1.30 કરોડના ખર્ચે આર.સી.સી રોડ બનાવવામાં આવશે, જેમાં સરકાર તરફથી 25 ટકા સબસિડી મળવાની છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande