ચાણસ્મા કોંગ્રેસ બેઠકમાં યુવાનોને પ્રાધાન્યનો નિર્ણય
પાટણ, 14 માર્ચ (હિ.સ.) ચાણસ્મા ખાતે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તૈયારીના ભાગરૂપે તાલુકા કોંગ્રેસ સંગઠનની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ઉમેદવારોની પસંદગી સહિતની ચૂંટણીલક્ષી તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ચાણસ્માના ધારાસભ્ય દિનેશજી ઠાક
ચાણસ્મા કોંગ્રેસ બેઠકમાં યુવાનોને પ્રાધાન્યનો નિર્ણય


પાટણ, 14 માર્ચ (હિ.સ.)

ચાણસ્મા ખાતે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તૈયારીના ભાગરૂપે તાલુકા કોંગ્રેસ સંગઠનની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ઉમેદવારોની પસંદગી સહિતની ચૂંટણીલક્ષી તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ચાણસ્માના ધારાસભ્ય દિનેશજી ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન જાહેર જીવન સાથે જોડાયેલા યુવાનોને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રાધાન્ય આપવા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. કોંગ્રેસને જિલ્લા અને તાલુકા પંચાયતોમાં બહુમતીથી વિજયી બનાવવા માટે તાલુકા પંચાયતની સીટ મુજબ આયોજનબદ્ધ બેઠકો યોજવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ નિર્ણય બાદ દરેક સીટ પરથી 10થી વધુ યુવાનોએ ટિકિટ માટે દાવેદારી નોંધાવી હતી.

બેઠકમાં પ્રભારી ફિરદોશભાઈ બિહારી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનુભાઈ દેસાઈ, ઓબીસી અગ્રણી રમેશભાઈ દેસાઈ સહિત કોંગ્રેસના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande