વિસનગર તાલુકાનું વાલમ ગામ વિકાસ અને શિક્ષણમાં આગવું સ્થાન ધરાવતું આદર્શ ગામ
મહેસાણા, 14 માર્ચ (હિ.સ.)મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાનું વાલમ ગામ વિકાસ, શિક્ષણ અને સામાજિક સુવિધાઓના કારણે એક આદર્શ ગામ તરીકે ઓળખ મેળવી રહ્યું છે. આશરે 8 હજાર જેટલી વસ્તી ધરાવતું આ ગામ આધુનિક સુવિધાઓ અને શિક્ષણના ઊંચા સ્તર માટે જાણીતું બન્યું છે
વિસનગર તાલુકાનું વાલમ ગામ વિકાસ અને શિક્ષણમાં આગવું સ્થાન ધરાવતું આદર્શ ગામ


વિસનગર તાલુકાનું વાલમ ગામ વિકાસ અને શિક્ષણમાં આગવું સ્થાન ધરાવતું આદર્શ ગામ


મહેસાણા, 14 માર્ચ (હિ.સ.)મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાનું વાલમ ગામ વિકાસ, શિક્ષણ અને સામાજિક સુવિધાઓના કારણે એક આદર્શ ગામ તરીકે ઓળખ મેળવી રહ્યું છે. આશરે 8 હજાર જેટલી વસ્તી ધરાવતું આ ગામ આધુનિક સુવિધાઓ અને શિક્ષણના ઊંચા સ્તર માટે જાણીતું બન્યું છે. ગામમાં તમામ વિસ્તારોમાં સીસી રોડ, ગટરલાઇન અને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ છે. ઊંઝા સ્ટેટ હાઇવે પર આવેલું હોવાને કારણે ગામના આસપાસના વિસ્તારોમાં પણ ઝડપી વિકાસ થઈ રહ્યો છે.

વાલમ ગામની નજીક આવેલ સર્વોદય આશ્રમ ગામના સામાજિક અને શૈક્ષણિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. અહીં વૃદ્ધાશ્રમ, ખાદી ભંડાર, ગૌશાળા તેમજ બક્ષીપંચ છાત્રાલય જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. આશ્રમ પરિસરમાં પ્રાથમિક શાળા પણ કાર્યરત છે, જેના કારણે આસપાસના વિસ્તારોના વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવામાં સરળતા રહે છે.

વાલમ ગામ “હાથિયા-ઠાઠુ મહોત્સવ” માટે પણ જાણીતા છે. ગામમાં શિક્ષણનું પ્રમાણ ઊંચું હોવાથી લગભગ 500 જેટલા લોકો વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષક તરીકે સેવા આપી રહ્યા છે, જેના કારણે ગામને “શિક્ષકોની ખાણ” તરીકે પણ ઓળખ મળે છે.

ગામમાં ગ્રામ પંચાયત, હોસ્પિટલ, પ્રાથમિક શાળા, હાઇસ્કૂલ, દૂધ મંડળી, સેવા સહકારી મંડળી અને લાયબ્રેરી જેવી સંસ્થાઓ કાર્યરત છે. ઉપરાંત ગામમાં વિવિધ ધાર્મિક મંદિરો પણ આવેલા છે. વિકાસ, શિક્ષણ અને સામાજિક એકતાના કારણે વાલમ ગામ આજે પ્રેરણાદાયી આદર્શ ગામ તરીકે ઉભરી આવ્યું છે

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande