અંબાજીમાં શ્રી રામ કૃષ્ણ પરીવાર અચલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
અંબાજી, 14 માર્ચ (હિ.સ.) યાત્રાધામ અંબાજી માં 17 વર્ષ પુર્વે ભગવાન શ્રી રામ મંદિર માટે શ્રી રામ કૃષ્ણ ટ્રસ્ટ અંબાજી દ્વારા પાયો નખાયો હતો. જે સમગ્ર મંદિર સંગે મર મર ના પત્થરો દ્વારા બનાવવામાં આવ્યુ છે. એમ કહીં શકાય કે અંબાજી મંદિર પછી બીજુ આ ભગવાન
ambaji-ma-ram-krushn-ni-partha


ambaji-ma-ram-krushn-ni-partha


ambaji-ma-ram-krushn-ni-partha


અંબાજી, 14 માર્ચ (હિ.સ.) યાત્રાધામ અંબાજી માં 17 વર્ષ પુર્વે ભગવાન શ્રી રામ મંદિર માટે શ્રી રામ કૃષ્ણ ટ્રસ્ટ અંબાજી દ્વારા પાયો નખાયો હતો. જે સમગ્ર મંદિર સંગે મર મર ના પત્થરો દ્વારા બનાવવામાં આવ્યુ છે. એમ કહીં શકાય કે અંબાજી મંદિર પછી બીજુ આ ભગવાન શ્રી રામકૃષ્ણ નું મંદિર આકાર લીધુ છે. અનંત કોટી બ્રહ્માંડ નાયક રાજા મર્યાદા પુરષોત્તમ અયોધ્યાપતિ ભગવાન શ્રી રામચંદ્ર ની કૃપા થી શક્તિપીઠ અંબાજી ખાતે ભગવાન શ્રી રામ ચંદ્ર ના પરીવાર સહ હિંગરાજ માતા ના ભય મંદિર નો અચલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવી રહ્યો છે. આ ત્રીદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માં આજે બીજા દિવસે ભગવાન શ્રી રામ, રાધાકૃષ્ણ , હનુમાનજી અને ભગવાન શ્રી ગણેશ સાથે મંદિર ને ધજાદંડ અને કળશ ની વિશાળ શોભાયાત્રા નિકાળવામાં આવી હતી. સાથે કુવારીકાઓ દ્વારા પણ માથે કળશ લઇ શોભાયાત્રામાં જોડાઇ હતી. આ મૃર્તી ઉપર મહાસ્નાન પણ જલાધીવાસ, ધ્રુતાધીવાસ, ધાન્યાધીવાસ સાથે સ્યાનીધીવાસ નું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નો આજે ત્રીજો દિવસ છે ત્યારે આ તમામ પ્રતિમાઓ ની પ્રાણપ્રતિષ્ઠા વીધી કરવામાં આવશે જેમાં મુખ્યત્વે આ શ્રી રામ કૃષ્ણ ટ્રસ્ટ ના ટ્રસ્ટી ધિરજભાઇ મહેતા, શંકરભાઇ કાબરા, મુળચંદભાઇ અગ્રવાલ, મકેશભાઇ અગ્રવાલ સહીત અનેક ટ્રસ્ટીઓ સાથે ગ્રામજનો મોટી સંખ્યા માં જોડાઇ ને આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ની સફળતા ના સહભાગી બન્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ


 rajesh pande