

અંબાજી, 14 માર્ચ (હિ.સ.) શ્રી અંબાજી આર્ટ્સ કોલેજ દ્વારા “આદિવાસી વિદ્યાર્થીઓના શિક્ષણ ના પડકારો અને NEP ૨૦૨૧ માં તેમના માટે રહેલા ઊકેલો” વિષય પર બે દિવસીય રાજય કક્ષાના સેમિનારની પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી. આ પ્રસંગે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પોસ્ટ ગ્રેજ્યુએટ વિભાગના પ્રો. ડો. દિપકભાઇ ભોયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સાથે કોલેજના આચાર્યશ્રી ડો. એસ.એન. પટેલ, તલોદ કોલેજના પ્રોફેસર ડો. આનંદ વસાવા, સરકારી કોલેજ પાટડીના પ્રા.ડો. ચાંદની ગોસ્વામી , તેમજ ગુજરાતની વિભિન્ન કોલેજના અધ્યાપકશ્રી, સંશોધકો તથા શ્રી અંબાજી આર્ટ્સ અને કોમર્સ કોલેજના તમામ સ્ટાફ પરિવાર, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ડો. આનંદ વસાવા એ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે સ્વાનુભૂતિના અનુભવો પ્રસ્તુત કર્યા હતા. ડો.દિપકભાઈ ભોયા સાહેબે પ્રાસંગિક આદિવાસી વિદ્યાર્થીના શિક્ષણ અન્વયે વિસ્તૃત વ્યાખ્યાન આપ્યું હતું. ડો. જી.એસ. પટેલ દ્વારા આદિવાસી વિદ્યાર્થીઓ માં આત્મવિશ્વાસ વધે એ માટે પ્રેરણાત્મક ભાવ રજૂ કરેલ હતો. ડો. ચાંદની ગોસ્વામીએ વિદ્યાર્થી શિક્ષણ થકી બધું જ સિદ્ધિ હાંસલ કરી શકે છે તેમ જણાવેલ હતું. કોલેજના અગ્રેજી વિભાગના પ્રા. ડો. વિજય ઉત્સવ એ આદિવાસી વિદ્યાર્થીઓ માટે આજના સમયમાં ઘણી તકો રહેલી છે. કોલેજના આચાર્ય ડો. એસ.એન. પટેલે સેમિનારને સફળ બનાવનાર તમામને અભિનંદન પાઠવ્યા હતા. આ સેમિનાર સફળ બનાવમાં કોલેજના તમામ સ્ટાફનો ફાળો રહ્યો હતો. ખાસ ડો. એમ. બી ગોહિલ, ડો. પી.આર. ગવલી. પ્રા. સવિતાબેન પટેલ. ડો. અનસૂયા ગામીત ફાળો રહ્યો હતો. આ પ્રસંગે ખેડબ્રહ્મા કોલેજના પ્રોફેસર ડો.રક્ષિતા રાઠોડ દ્વારા પેપરનું પ્રસ્તુતિકરણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે પી.કે. કોટાવાલ કોલેજ પાટણ ના સંશોધક વિદ્યાર્થીઓ એ પોતાના અનુભવો પ્રસ્તુત કર્યા હતા. આ સેમિનારનું સંચાલનની કામગીરી પ્રો. સવિતાબેન પટેલ દ્વારા ખૂબ અસરકારક રીતે કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે અંબાજી કોલેજના હિન્દી વિભાગના પ્રા.ડો. પ્રવિણ ચૌહાણ આભારવિધિ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીત સમૂહમાં ગાઈ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ