
ગીર સોમનાથ 14 માર્ચ (હિ.સ.) ગીર સોમનાથ જીલ્લામાં વાહન અકસ્માતના બનાવો બનવા પામતા હોય જે અનુલક્ષીને ટ્રાફીક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.
જે અનુસંધાને પોલીસ અધિક્ષક નાઓની સુચના તથા માર્ગદર્શન મુજબ વેરાવળસીટી પો.સ્ટે. ના પો.ઈન્સ. જે.એન.ગઢવી નાઓની રાહબરી હેઠળ વેરાવળ સીટી પો.સ્ટે.વિસ્તારમાં ટ્રાફિક ટીમ દ્વારા તા.૨૫/૦૨/૨૦૨૬ થી તા.૧૦/૦૩/૨૦૨૬ સુધી ટ્રાફિક ઝુંબેશ ચલાવી ટ્રાફિકને અડચણ રૂપ પુરઝડપે વાહન ચલાવવુ, ડ્રીન્ક કરી વાહન ચલાવવું, હેલ્મેટ વગર, ફેન્સી નંબર પ્લેટ, બ્લેક કાચ, ક્ષમતા કરતા વધુ પેસેન્જર ભરવા, રોંગ સાઇડ વાહન ચલાવવુ વિગેરે નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો વિરૂધ્ધ સ્થળ દંડ તેમજ એમ.વી.એકટ મુજબ વાહન ડિટેઇન/ગુન્હા રજીસ્ટર કરી નિચે વિગતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ