પાટણમાં નેશનલ લોક અદાલતમાં, 10,991 કેસોનો નિકાલ
પાટણ, 15 માર્ચ (હિ.સ.)પાટણ જિલ્લા અને તાલુકાની તમામ કોર્ટોમાં યોજાયેલી નેશનલ લોક અદાલતમાં કુલ 38,180 કેસો રજૂ કરવામાં આવ્યા હતા. તેમાંમાંથી 10,991 કેસોનો સુખદ નિકાલ કરવામાં આવ્યો હતો અને કુલ ₹11,90,61,898ના સેટલમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યા હતા. ‘ન્ય
પાટણમાં નેશનલ લોક અદાલતમાં 10,991 કેસોનો નિકાલ


પાટણ, 15 માર્ચ (હિ.સ.)પાટણ જિલ્લા અને તાલુકાની તમામ કોર્ટોમાં યોજાયેલી નેશનલ લોક અદાલતમાં કુલ 38,180 કેસો રજૂ કરવામાં આવ્યા હતા. તેમાંમાંથી 10,991 કેસોનો સુખદ નિકાલ કરવામાં આવ્યો હતો અને કુલ ₹11,90,61,898ના સેટલમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યા હતા.

‘ન્યાય સર્વના માટે’ના સૂત્રને સાકાર કરવા માટે સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી દ્વારા દેશભરમાં નેશનલ લોક અદાલત યોજાઈ હતી. ગુજરાત હાઈકોર્ટના આદેશ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના નિર્દેશન હેઠળ પાટણ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તથા તાલુકા કોર્ટોમાં આ અદાલત યોજાઈ હતી.

આ લોક અદાલતમાં ફોજદારી સમાધાન લાયક કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ 138, વાહન અકસ્માત, મજૂર તકરાર, લગ્નજીવન અને પરિવાર સંબંધિત કેસો, બેંકના દાવાઓ, જમીન વળતર સહિતના દીવાની કેસો તેમજ પ્રિ-લિટીગેશન કેસોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

પાટણ જિલ્લામાં 33,024 પ્રિ-લિટીગેશન કેસોમાંથી 7,181 કેસોનો નિકાલ થઈ ₹98,64,559નું સેટલમેન્ટ થયું હતું. રેગ્યુલર લોક અદાલતમાં 1,659 કેસોમાંથી 634 કેસોનો નિકાલ થઈ ₹10,91,97,339ના એવોર્ડ અપાયા હતા. ઉપરાંત 3,497 ક્રિમિનલ કેસોમાંથી 3,186 કેસોનો નિકાલ થયો હોવાનું જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી આર.એ. નાગોરીએ જણાવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande