
વલસાડ, 18 માર્ચ (હિ.સ.): વલસાડના રોલા ડુંગરી ખાતે નેશનલ હાઈવે નં. 48 પર વૈષ્ણવી પેટ્રોલિયમ પાછળ આવેલા SAPPHIRE FOODS INDIA LIMITED (KFC)માં બરાબર રંધાયેલી ન હોવાની ખાદ્ય- ચીજનું વેચાણ થયા અંગેની ફરિયાદ સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેને ધ્યાને લઈ તા.16/03/2026ના રોજ વલસાડ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસરશ્રી એ.આર.વલવીના માર્ગદર્શન હેઠળ ફૂડ સેફટી ઓફિસર કુ. બી.કે. પટેલ દ્વારા KFCમાં તપાસણી હાથ ધરી HOT & CRISPY CHICKEN BUCKET (LOOSE) (PREPARED FOOD) તથા AMERICAN CLASSIC ZINGER CHICKEN BURGER (PREPARED FOOD) (LOOSE)ના સેમ્પલીંગની કામગીરી કરી નમૂનાઓ લેબોરેટરીમાં પૃથ્થકરણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે.
આ ઉપરાંત ઉપરોક્ત બાબતે ચોખ્ખાઇ અને આ રેસ્ટોરેન્ટ પાસે મેડીકલ સર્ટીફીકેટ તથા પેસ્ટ કંટ્રોલના રીપોર્ટ જોવા મળ્યા હતાં અને તેઓ રેસ્ટોરન્ટમાં યોગ્ય સ્વછતાની જાળવણી કરતા જોવા મળ્યા હતા એવુ ડેઝીગ્નેટેડ ઓફિસર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, વલસાડ દ્વારા અખબારી યાદીમાં જણાવાયુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે