ગુજરાત એટીએસએ યુપીમાંથી ડ્રગ્સ ફેક્ટરી ઝડપી વધુ બે આરોપીને ઝડપી પાડ્યા, 12 દિવસના રિમાન્ડ મંજૂર
- 6 કિ.ગ્રા. MD, 50 કિ.ગ્રા. લિક્વિડ ને 200 કિ.ગ્રા. રોમટીરીયલ સાથે બેની ધરપકડ - અમદાવાદમાંથી પકડાયેલા ડ્રગ્સના તાર યુપી પહોંચ્યા અમદાવાદ, 18 માર્ચ (હિ.સ.) ગુજરાતના વધતા નશાના કારોબાર સામે રાજ્યસરકારે ઝોર ટોલરેન્સ ની નીતિ અપનાવી છે ત્યારે ફરી એ
ગુજરાત એટીએસએ યુપીમાંથી ડ્રગ્સ ફેક્ટરી ઝડપી વધુ બે આરોપીને ઝડપી પાડ્યા, 12 દિવસના રિમાન્ડ મંજૂર


- 6 કિ.ગ્રા. MD, 50 કિ.ગ્રા. લિક્વિડ ને 200 કિ.ગ્રા. રોમટીરીયલ સાથે બેની ધરપકડ

- અમદાવાદમાંથી પકડાયેલા ડ્રગ્સના તાર યુપી પહોંચ્યા

અમદાવાદ, 18 માર્ચ (હિ.સ.) ગુજરાતના વધતા નશાના કારોબાર સામે રાજ્યસરકારે ઝોર ટોલરેન્સ ની નીતિ અપનાવી છે ત્યારે ફરી એક વાર કડક કાર્યવાહી કરતાં એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ એ મેફેડ્રોન (MD) કેસમાં વધુ બે આરોપીઓને ઉત્તર પ્રદેશમાંથી ઝડપી પાડ્યા છે. ધરપકડ બાદ બંને આરોપીઓને અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ વી.વી. જોષીએ બંને આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

આ કેસમાં એટીએસએ અગાઉ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જે હાલ જેલમાં છે. તપાસ દરમિયાન મળેલી માહિતીના આધારે એટીએસની ટીમ ઉત્તર પ્રદેશ સુધી પહોંચી અને ત્યાંથી કપીલદેવ છેદીલાલ શર્મા તેમજ રામશંકર ઉર્ફે પંકજ પરશુરામ કોલીની ધરપકડ કરવામાં આવી. પોલીસ દ્વારા જણાવ્યા મુજબ, આ આરોપીઓ નશીલા પદાર્થોના મોટા નેટવર્ક સાથે સંકળાયેલા હોવાની શક્યતા છે.

ગુજરાત એટીએસએ દાણીલીમડામાં 4.6 ગ્રામ ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી, જેની તપાસ દરમિયાન ગુજરાત એટીએસ યુપી સુધી પહોંચી હતી, જ્યાંથી એટીએસએ ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડી છે. આ ફેક્ટરીમાંથી કરોડો રૂપિયાનું એમડી ડ્રગ્સ અને રો-મટીરીયલ પણ મળી આવ્યું છે. ગુજરાત એટીએસએ કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.

ગુજરાત એટીએસના ડીવાયએસપી એસ.એલ.ચૌધરીએ બાતમીના આધારે દાણીલીમડા વિસ્તારમાંથી 4.6 ગ્રામ ડ્રગ્સ સાથે સફ્તઅહેમદ ફારૂક નામના આરોપીની ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, આરોપીને આ ડ્રગ્સ સોહિલ ઉર્ફે ભૂરા મિર્ઝા અને ફરહાન ઉર્ફે ભૂરા પઠાણે આપ્યું હતું, જેથી પોલીસે સોહિલ અને ફરહાન નામના અન્ય બે આરોપીઓની પણ ધરપકડ કરી હતી.

આ બંને આરોપીઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, બંને આરોપીઓને યુપીના પંકજ અને કપિલ નામના વ્યક્તિએ 300 ગ્રામ ડ્રગ્સનો જથ્થો આપ્યો હતો. ગુજરાત એટીએસની ટીમ દ્વારા વધુ તપાસ કરવામાં આવી ત્યારે પંકજ અને કપિલ ઉત્તર પ્રદેશના આંબેડકરનગર જિલ્લામાં ડ્રગ્સ બનાવવાનું કામ કરી રહ્યા હોવાનું સામે આવ્યું હતું.

ગુજરાત એટીએસના એસપી કે.સિદ્ધાર્થના નેતૃત્વમાં એક ટીમ બનાવવામાં આવી હતી. જે 12 દિવસની વિવિધ શંકાસ્પદ જગ્યા ઉપર તપાસ કરી રહી હતી, ત્યારે અંતરિયાળ વિસ્તારમાં પંકજ અને કપિલની અસામાન્ય ગતિવિધિ જણાઈ હતી. જેથી એટીએસ દ્વારા ઉત્તર પ્રદેશના આંબેડકરનગરના ગામમાં તપાસ કરવામાં આવી હતી.

આ દરમિયાન મરઘા ફાર્મ ખાતેથી એક પતરાના શેડમાં ચાલુ હાલતમાં એમડી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી મળી આવી હતી, જેમાંથી 6 કિલો તૈયાર મેફેડ્રોન (MD), 50 કિલો લિક્વિડ, 88 કિલો અન્ય જથ્થો અને 200 કિલો ડ્રગ્સ બનાવવાનું રો-મટીરીયલ અને કેમિકલ મળી આવ્યું હતું. એટીએસએ ઉત્તર પ્રદેશથી કપિલ દેવ શર્મા અને રામશંકર ઉર્ફે પંકજ પરશુરામની ધરપકડ કરી હતી.

આ બંને આરોપીઓની પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે, બંને આરોપીઓએ ધો.10થી 12 સુધીનો અભ્યાસ કર્યો છે. ગુજરાત એટીએસએ આ કેસમાં કુલ 5 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande