પોરબંદર જિલ્લા કલેક્ટરએ પત્રકાર પરીષદ યોજી મેળાની વિગતવાર રૂપરેખા આપી.
પોરબંદર, 20 માર્ચ (હિ.સ.) ભગવાન શ્રીકૃષ્ણ અને દેવી રુકમણીજીના પવિત્ર લગ્ન પ્રસંગના સ્મરણાર્થે યોજાતો સુપ્રસિદ્ધ માધવપુર ઘેડનો મેળો આ વર્ષે વધુ સુવિધાજનક અને વ્યવસ્થિત રીતે યોજાવા જઈ રહ્યો છે. રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ
પોરબંદર જિલ્લા કલેક્ટરએ પત્રકાર પરીષદ યોજી મેળાની વિગતવાર રૂપરેખા આપી.


પોરબંદર, 20 માર્ચ (હિ.સ.) ભગવાન શ્રીકૃષ્ણ અને દેવી રુકમણીજીના પવિત્ર લગ્ન પ્રસંગના સ્મરણાર્થે યોજાતો સુપ્રસિદ્ધ માધવપુર ઘેડનો મેળો આ વર્ષે વધુ સુવિધાજનક અને વ્યવસ્થિત રીતે યોજાવા જઈ રહ્યો છે. રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ પ્રવાસન વિભાગ દ્વારા પોરબંદર જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં રહીને આ ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે,ત્યારે પોરબંદર જિલ્લા કલેક્ટરએસ.ડી. ધાનાણી દ્વારા પત્રકાર પરીષદ યોજીને મેળાની સંપુર્ણ રૂપરેખા આપવામાં આવી હતી.

પોરબંદરની વહીવટી તંત્રની ટીમ માધવપુરના મેળામાં લોકોને વિવિધ સગવડતા મળી રહે અને મેળો લોકો સારી રીતે માણી શકે તે માટે અત્યારથી જ તૈયારી કરી રહી છે અને રાજ્ય સરકારના માર્ગદર્શનમાં પાયાની સુવિધા માટે પુરુષાર્થ કરી રહી છે.

આગામી 27 માર્ચથી 31 માર્ચ દરમિયાન આયોજિત આ મેળા અંગે માહિતી આપતા પોરબંદર જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણીએ જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટી તંત્રનો મુખ્ય ઉદ્દેશ્ય મેળામાં ઉમટતા લાખો શ્રદ્ધાળુઓની સુખાકારી અને મોકળાશમાં વધારો કરવાનો છે. મેળાના પાછલા વર્ષોના અનુભવોથી મેળા ગ્રાઉન્ડમાં લોકોને સ્પેસ ઓછી હોવાથી અગવડતા પડતી હોવાનુ ધ્યાને આવતા લોકોને વધુ સુવિધાઓ મળે તે માટે આ વખતે મેળાના લે-આઉટમાં નોંધપાત્ર ફેરફારો કરવામાં આવ્યા છે, જેથી લોકો ભીડભાડ વગર સરળતાથી હરી-ફરી શક્શે.

મેળા ગ્રાઉન્ડમાં સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ માટે વિશેષ 'એરેના ટાઇપ સ્ટેડિયમ' તૈયાર કરવામાં આવ્યું છે, જે વધુ કોમ્પેક્ટ અને સુવિધાસભર હોવાથી પ્રેક્ષકો કલાકારોની પ્રસ્તુતિને વધુ નજીકથી અને આરામદાયક રીતે માણી શકશે. મેળાના મેદાનમાં શ્રદ્ધાળુઓના મનોરંજન માટે વિવિધ રાઈડ્સ સાથેની 'આનંદ નગરી' આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ ઉપરાંત, મુલાકાતીઓ માટે 40 જેટલા ફૂડ સ્ટોલ, 30ક્રાફ્ટ સ્ટોલ અને વાહનો માટે વિશેષ પાર્કિંગ સુવિધા ઉભી કરવામાં આવી છે.

મેળામાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ટ્રાફિક ડાયવર્ઝન સહિત મેળાના મુખ્ય વિસ્તારમાં ભારે અને મોટા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે, જોકે શ્રદ્ધાળુઓ માટેની બસોને એન્ટ્રી આપવામાં આવશે.

પોરબંદર જિલ્લા કલેક્ટરએ પોરબંદર જિલ્લા સહિત આસપાસના વિસ્તારના તમામ નાગરિકોને આપણા આ ભવ્ય સાંસ્કૃતિક વારસા સમા માધવપુર ઘેડના આ સહપરિવાર પધારવા નિમંત્રણ પાઠવ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande